‘આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધ
દેશના 50 કરોડ મોબાઈલ યુઝર્સ સામે તેમનો નંબર બંધ થવાનો ખતરો મંડરાવા લાગ્યો છે. આ નવો ખતરો 'આધાર' સંબંધિત કેવાયસીના કારણે પેદા થયો છે. જો મોબાઈલ યુઝર્સે ટેલિકોમ કંપનીઓને આધાર સાથે બીજા કોઈ ડોક્યુમેન્ટ (ઓળખપત્ર) નથી આપ્યા તો આ સ્થિતિમાં તેમનો નંબર બંધ થઈ શકે છે. હાલમાં દેશમાં 50 કરોડથી વધુ નંબર આધાર પર ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ

50 કરોડ નંબર બંધ થઈ શકે છે
છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટે આધાર અંગે ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મોબાઈલ નંબર માટે આધારનો ઉપયોગ ગેરકાયદેસર માન્યો હતો. એવામાં કંપનીઓએ આધારની માહિતી હટાવવાની રહેશે. આ સ્થિતિમાં જો યુઝરે બીજુ કોઈ ઓળખપત્ર સિમ ખરીદતી વખતે કે બાદમાં કંપનીને નથી આપ્યુ તો તેનો નંબર બંધ થઈ શકે છે.

માત્ર આધાર-કેવાયસીના કારણે વધી મુશ્કેલીઓ
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જો આધારને ડિલિંક કરવામાં આવ્યુ તો કોઈ કેવાયસી નહિ રહી જાય. આ સ્થિતિમાં જ્યાં સુધી બીજુ કેવાયસી અપડેટ કરવામાં ન આવે ત્યાં સુધી નંબરને બંધ કરવાનો રહેશે. માર્ચ મહિનામાં ટેલિકોમ કંપનીઓને બધા પૂર્વ આધાર કેવાયસી દસ્તાવેજોને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો કારણકે તે ડિજિટલાઈઝ્ડ થઈ રહ્યા હતા.

નવા કેવાયસી દ્વારા દૂર થશે મુશ્કેલી
આ સ્થિતિમાં નવા કેવાયસી દ્વારા જ નંબરને બંધ થવાથી રોકી શકાય છે કે જે આધાર વિનાના હશે. આનો અર્થ એ હશે કે યુઝર્સથી લઈને કંપનીઓને હવે વધુ મહેનત કરવાની રહેશે. સરકારની કોશિશ છે કે આધાર હટાવવા અને કોઈ નવા ઓળખ પત્ર જમા કરાવવા સુધી મોબાઈલ યુઝર્સને કોઈ મુશ્કેલી ન થાય અને તેમનો નંબર બંધ ન થાય. આના માટે ટેલિકોમ વિભાગ પણ આધાર પ્રાધિકરણમ સાથે સતત વાતચીત કરી રહ્યુ છે અને કોઈ વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યુ છે. ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને બુધવારે મોબાઈલ કંપનીઓ સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ કે યુઝર્સને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તે સરકાર સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચોઃ ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર