For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આના પર રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

આધાર કાર્ડની બંધારણીય માન્યતા અંગે સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જરૂરી સેવાઓ માટે આધાર કાર્ડને અનિવાર્ય કરવાના ચુકાદાને પડકારતી ગોપાલ સુબ્રમણ્યમની યાચિકા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની ખંડપીઠે આધારને સંપૂર્ણપણે માન્ય ગણાવ્યુ. કોર્ટે સેક્શન 57 ને ફગાવી દીધી એટલે કે પ્રાઈવેટ કંપની, શિક્ષણ સંસ્થાઓ, બેંક, પરીક્ષા એજન્સીઓ, મોબાઈલ કંપનીઓએ આધાર માંગવુ નહિ. નવુ સિમ કાર્ડ લેવા માટે પણ આધાર અનિવાર્ય નથી. વળી, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આના પર રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

કોંગ્રેસે આ ચુકાદાને ભાજપ માટે ગણાવ્યો તમાચો

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યુ છે. કોંગ્રેસ પક્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ભાજપના ચહેરા પર તમાચો ગણાવ્યો છે. કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ, ‘અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર એક્ટના સેક્શન 57 ને ફગાવી દેવાના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. ચકાસણી માટે ખાનગી સંસ્થાઓને આધારનો ઉપયોગ કરવાની અનુમતિ નથી.'

આ પણ વાંચોઃ આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથીઆ પણ વાંચોઃ આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી

સુબ્રમણ્યમ સ્વામી ચુકાદાથી ખુશ

સુબ્રમણ્યમ સ્વામી ચુકાદાથી ખુશ

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કહ્યુ કે આધાર હવે માત્ર એક ઓળખપત્ર છે. લોકોમાં આના અંગે જે સમસ્યાઓ હતી તે દૂર થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે કોર્ટનો ચુકાદો અપેક્ષા મુજબ છે.

ટીએમસીએ પણ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી

વળી, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યુ કે મમતા બેનર્જીએ આધાર પર ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો. અમારુ સ્ટેન્ડ યોગ્ય સાબિત થયુ છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે ડેટા ગોપનીયતા અને ડેટા સુરક્ષા પર આપણે ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે આધાર પર ભાજપની નીતિઓની ટીકા પણ કરી.

આધાર પર સુપ્રીમ કોર્ટે આજે આપ્યો મોટો ચુકાદો

આધાર પર સુપ્રીમ કોર્ટે આજે આપ્યો મોટો ચુકાદો

એક્ટિવિસ્ટ ઉષા રામનાથને આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તત્કાલ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ એક ત્રાસ છે કે અદાલતે ગરીબોનુ કલ્યાણ જોયુ પરંતુ અધિકારો નહિ. પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીએ કહ્યુ કે તેમને લાગે છે કે આ એક સારો નિર્ણય છે. જો કે વ્યક્તિગત રીતે તે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડના નિર્ણયથી ખુશ છે કે આધાર ગોપનીયતાના અધિકારમાં દખલ કરે છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યુ કે તે ચુકાદાથી ખુશ છે. આ એક ઐતિહાસિક અને ઉલ્લેખનીય ચુકાદો છે.

આ પણ વાંચોઃ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કેમ ‘આધાર' ને ગણાવ્યુ સંપૂર્ણપણે ગેરબંધારણીયઆ પણ વાંચોઃ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કેમ ‘આધાર' ને ગણાવ્યુ સંપૂર્ણપણે ગેરબંધારણીય

English summary
aadhaar verdict: reaction of congress and other leaders after supreme court judgment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X