For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કેમ ‘આધાર' ને ગણાવ્યુ સંપૂર્ણપણે ગેરબંધારણીય

આધારની બંધારણીયતા અંગે બધા જજોનો અભિપ્રાય એક નહોતો. આધાર બિલને મની બિલ તરીકે પસાર કરવા પર જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે પોતાનો અલગ અભિપ્રાય જણાવ્યો.

|
Google Oneindia Gujarati News

આધારની બંધારણીયતા અને અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે આધારની બંધારણીય માન્યતાને અકબંધ રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આધાર સાથે પેન જોડવાનો ચુકાદો અકબંધ રહેશે પરંતુ કોર્ટે કહ્યુ કે બેંક ખાતા સાથે આધારને જોડવુ હવે જરૂરી નથી. ના તો આધારને મોબાઈલ સાથે લિંક કરવાની જરૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એકમત રહ્યો નથી. આધારની બંધારણીયતા અંગે બધા જજોનો અભિપ્રાય એક નહોતો. આધાર બિલને મની બિલ તરીકે પસાર કરવા પર જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે પોતાનો અલગ અભિપ્રાય જણાવ્યો. પરંતુ સુપ્રીમ કોર્ટે આધારની માન્યતાને 4: 1 થી અકબંધ રાખી.

જસ્ટીસ ચંદ્રચૂડનો અભિપ્રાય અલગ

જસ્ટીસ ચંદ્રચૂડનો અભિપ્રાય અલગ

આધાર પર ચુકાદો સંભળાવતી વખતે ન્યાયમૂર્તિ અશોક ભૂષણે પણ પોતાનો અલગ ચુકાદો વાંચ્યો પરંતુ તેમણે સ્પષ્ટ કર્યુ કે ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સીકરી અને જસ્ટીસ એ એમ ખાનવિલકર દ્વારા બહુમતના નિર્ણય સાથે વ્યાપક રીતે સંમત છે. પરંતુ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે આના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથીઆ પણ વાંચોઃ આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી

આધાર એક્ટ, મની બિલ નહિ

આધાર એક્ટ, મની બિલ નહિ

પોતાનો અસંતોષ વ્યક્ત કરતા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે કહ્યુ કે આધારની આખી પરિયોજનામાં 2009 થી જ ગેરબંધારણીય રીતે ગરબડ રહી છે. તેમણે કહ્યુ કે લોકસભા અધ્યક્ષનો આધાર વિધેયકને મની બિલ તરીકે વર્ગીકૃત કરવુ ખોટુ હતુ. કારણકે તેણે આધાર વિધેયકમાં રાજ્યસભાની ભૂમિકાને સીમિત કરીને કાયદો બનાવવાની સંઘીય પ્રક્રિયાને ફગાવી દીધી હતી. પોતાના ચુકાદામાં જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ છે કે સાધારણ બિલને મની બિલ ઘોષિત કરવુ રાજ્યસભાને તેના અધિકારોથી વંચિત રાખવા સમાન છે. માટે આધાર એક્ટને મની બિલ ન કહી શકાય. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે આધાર એક્ટ બંધારણના અનુચ્છેદ (1) ને અનુરૂપ નથી એટલા માટે આ એક્ટ ગેરબંધારણીય છે.

આધારથી મોનિટરીંનું જોખમ

આધારથી મોનિટરીંનું જોખમ

જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે આધારમાંથી મોનિટરીંગ થવાનું ગંભીર જોખમ છે અને આધાર હેઠળ સ્ટોર ડેટાની સુરક્ષાથી પણ સમજૂતી થઈ શકે છે. અરજીકર્તાઓના લગભગ બધા તર્કોથી સંમત થતા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યુ કે આધાર પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે કારણકે તેનાથી વ્યક્તિઓ અને મતદારોની પ્રોફાઈલિંગ થઈ શકે છે.

વ્યક્તિની આઝાદી અને ગરિમા મહત્વપૂર્ણ

વ્યક્તિની આઝાદી અને ગરિમા મહત્વપૂર્ણ

પોતાના ચુકાદામાં જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ આગળ કહે છે કે વ્યક્તિની આઝાદી અને ગરિમાને કોઈ અલ્ગોરિધમ કે ફોર્મ્યુલાના સહારે છોડી ન શકાય. આધાર પર ચુકાદો આપનારી પાંચ જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સિકરી, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણ શામેલ હતા.

આ પણ વાંચોઃ માત્ર સરકારી યોજનાઓ માટે જ આધાર કાર્ડની માહિતી માગવીઃ SCઆ પણ વાંચોઃ માત્ર સરકારી યોજનાઓ માટે જ આધાર કાર્ડની માહિતી માગવીઃ SC

English summary
Aadhar Verdict: justice D Y Chandrachud ruled aadhaar wholly unconstitutional
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X