For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સુપર પાવર' ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજુ કર્યું 'આકાશ-2'

By Super
|
Google Oneindia Gujarati News

aakash
સંયુક્ત રાષ્ટ્ર, 29 નવેમ્બર: ભારત દેશમાં સૌથી સસ્તા ટેબલેટ કોમ્પ્યુટર આકાશ -2 આજે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રજુ કરવામાં આવ્યું. આ ટેબલેટને બનાવનારી કંપની 'ડેટાવિંડ'ના મુખ્ય કાર્યપાલક અધિકારી સુનીત સિંહ ટુલી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂનની ઉપસ્થિતિમાં રજુ કર્યું. મૂનએ આઇટી ક્ષેત્રમાં ભારતને એક 'સુપર પાવર' ગણાવ્યું.

સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની વર્તમાન અધ્યક્ષતાના પ્રસંગે આકાશ ટેબલેટને રજૂ કરવામાં આવ્યું. આકાશ ટેબલેટની નિર્માતા કંપની ડેટાવિંડના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીત સિંહ તુલીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને આ ઉપકરણ ભેંટ આપ્યું. મૂને ટેબલેટની પ્રશંસા કરી.

આ વચ્ચે કંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ટેબલેટનું નિર્માણ અને પ્રોગ્રામિંગનું કામ ભારતમાં જ થયું છે અને તેના માત્ર અમુક પાર્ટ જ ચીનમાંથી લાવવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે, આઇઆઇટી માટે બનાવવામાં આવેલા પહેલા 10 હજાર ટેબલેટના નિર્માણમાં ઝડપ માટે મધરબોર્ડ અને ઉપકરણો ચીનના સબકોન્ટ્રાક્ટર પાસે બનાવડાવાયા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરદીપ સિંહ પુરીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશને આ ટેબલેટને અહીં દર્શાવવાની પહેલ કરી છે. પુરીએ કહ્યું કે આકાશને 'ભારતીય મૂળના સાહસી તરફથી બનાવવામા આવેલા ટેબલેટને સૌથી સસ્તું ગણાવવામાં આવ્યું છે.' કંપની આ પહેલાં એક લાખ ટેબલેટ એન્જીનીયરિંગ કોલેજો અને વિશ્વવિદ્યાલયઓના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

English summary
The Indian government's ultra low cost Aakash 2 tablet PC was unveiled at the United Nations on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X