For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ આ મહિલાને લોકસભા ટિકિટ આપી

આમ આદમી પાર્ટીમાં આશુતોષ અને આશિષ ખેતાનની વિદાઈ પછી ચાલી રહેલા સંકટ વચ્ચે પાર્ટીએ 2019 લોકસભા ઈલેક્શન માટે કેન્ડિડેટના નામો વિશે એલાન કરવાનું ચાલુ કરી દીધું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીમાં આશુતોષ અને આશિષ ખેતાનની વિદાઈ પછી ચાલી રહેલા સંકટ વચ્ચે પાર્ટીએ 2019 લોકસભા ઈલેક્શન માટે કેન્ડિડેટના નામો વિશે એલાન કરવાનું ચાલુ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ શિક્ષામંત્રી મનીષ સીસોદીયાની પૂર્વ સલાહકાર આતિશી માલેનાને પૂર્વ દિલ્હી લોકસભા સીટથી પાર્ટીના કેન્ડેડેટ જાહેર કર્યા છે. 2019 લોકસભા ઈલેક્શન માટે દિલ્હીની સાત સીટોમાંથી સોમવારે પહેલા કેન્ડેડેટ તરીકે આતિશી માલેનાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 2019 ઈલેક્શન પહેલા RSS અને AAP નો સર્વે, ચોંકાવનારી બાબત સામે આવી

કોણ છે આતિશી માલેના

કોણ છે આતિશી માલેના

આપને જણાવી દઈએ કે આતિશી માલેના જુલાઈ 2015 થી એપ્રિલ 2017 સુધી શિક્ષામંત્રી મનીષ સીસોદીયાની સલાહકાર રહી ચુકી છે. દિલ્હીની શિક્ષા વ્યવસ્થા અને સરકારી સ્કૂલોની કાયાપલટમાં આતિશી માલેનાની મોટી ભૂમિકા રહી છે. વર્ષ 2015 દિલ્હી વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીનું ઘોષણાપત્ર તૈયાર કરનાર કમિટીમાં આતિશી માલેના પણ શામિલ હતી.

જલ્દી બાકી નામનું પણ કરી દેવામાં આવશે

જલ્દી બાકી નામનું પણ કરી દેવામાં આવશે

આતિશી માલેના લક્ષ્મી નગર મેટ્રો સ્ટેશન પાસે વિકાસ માર્ગ પર આવેલા નવા પાર્ટી કાર્યાલયમાં કામકાજ સંભાળશે. આ અવસરે આતિશી માલેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ માર્ગનું નામ વિકાસ રાખવાથી દિલ્હીના લોકોને સ્કૂલ, યુનિવર્સીટી અને હોસ્પિટલ મળ્યા? દિલ્હીના વાસ્તિવક વિકાસ માટે આમ આદમી પાર્ટીને દિલ્હીની સાતે લોકસભા સીટો પર જીતાડવું પડશે. માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી આમ આદમી પાર્ટી બાકીના કેન્ડિડેટ વિશે પણ એલાન કરી શકે છે.

રાજ્યસભા ઈલેક્શન પછી મોટા નેતાઓની વિદાઈ

રાજ્યસભા ઈલેક્શન પછી મોટા નેતાઓની વિદાઈ

હાલમાં આમ આદમી પાર્ટી ગંભીર સંકટ વેઠી રહી છે. રાજ્યસભા ઇલેક્શનમાં ટિકિટ અંગે અસંતોષ ને કારણે પહેલા આશુતોષે રાજીનામુ આપ્યું. ત્યારપછી હાલમાં પાર્ટીના સંસ્થાપક સદસ્ય આશિષ ખેતાન પણ ચાલ્યા ગયા. બંને નેતાઓ ઘ્વારા પાર્ટી છોડવા માટે પર્સનલ કારણ આપ્યું છે.

English summary
Aam Aadmi Party Announces Atishi Marlena Name for Lok Sabha Candidate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X