For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે સોનિયા ગાંધી સાથે ગઠબંધન કર્યુ તો રાજીનામાની ધમકી

બેંગલુરુમાં કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં એક તરફ દેશના ઘણા પક્ષો મોદી સરકાર સામે ભેગા થઈ રહ્યા છે તો બીજી તરફ આ રાજકીય ગઠબંધનથી પંજાબની આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં એક તરફ દેશના ઘણા પક્ષો મોદી સરકાર સામે ભેગા થઈ રહ્યા છે તો બીજી તરફ આ રાજકીય ગઠબંધનથી પંજાબની આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. આપના સીનિયર લીડર અને વકીલ એચએસ ફૂલ્કાએ પક્ષ છોડીવાની ધમકી આપી છે. કાલે કુમારસ્વામીના શપથ સમારંભમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ શામેલ થયા હતા. આ મંચ પર અરવિંદ કેજરીવાલની સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર હતા.

મારા માટે 1984 નો મુદ્દો સૌથી મોટો છે

મારા માટે 1984 નો મુદ્દો સૌથી મોટો છે

બધા નેતાઓ સાથે એક મંચ પર આવ્યા બાદ એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ મહાગઠબંધનનું શક્તિ પ્રદર્શન હતુ. ત્યારથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ પણ આ મહાગઠબંધનનો હિસ્સો બની શકે છે. જો કે હજુ સુધી પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. પરંતુ પક્ષમાં રાજકીય તોફાન ઉભુ થયુ છે. આપના નેતા એચએસ ફૂલ્કાએ કહ્યુ કે મારા માટે 1984 નો મુદ્દો સોથી મોટો છે, મારુ જીવન આ મુદ્દા માટે જ સમર્પિત છે. હું આ મુદ્દા પર જરાયે આંચ નહિ આવવા દઉ.

જો આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો હું રાજીનામુ આપીશ

જો આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો હું રાજીનામુ આપીશ

એચએસ કૂલ્ફાએ આગળ કહ્યુ કે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો આનો એવો સંદેશ જશે કે શીખોએ હુલ્લડની આરોપી પાર્ટીને માફ કરી દીધી છે. આવુ બિલકુલ ન થઈ શકે. જેમાં કોંગ્રેસ પણ શામેલ હોય તેવા ગઠબંધન સાથે જો પક્ષ જશે તો હું પક્ષમાંથી એ જ દિવસે રાજીનામુ આપી દઈશ.

કાલે મંચ પર વિપક્ષી એકતાની ઝલક જોવા મળી

કાલે મંચ પર વિપક્ષી એકતાની ઝલક જોવા મળી

તમને જણાવી દઈએ કે કાલે મંચ પર વિપક્ષી એકતાની ઝલક જોવા મળી હતી. મંચ પર યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી અને એચડી કુમારસ્વામીના પિતા એચડી દેવગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પણ જોવા મળ્યા. આ ઉપરાંત બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, આરએલડી પ્રમુખ અજીત સિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને એનસીપી પ્રમુખ શરદ પવાર પણ જોવા મળ્યા. મંચ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ડી રાજા અને નારાયણસામી પણ હાજર હતા.

English summary
aam aadmi party s hs phoolka says if aap enters congress led alliance i will tender resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X