For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ રવિશંકર પ્રસાદ પર રિલાયન્સને ફાયદો પહોંચાડવાનો લગાવ્યો આરોપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીએ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસ નેતા મનીષ તિવારી પર રિલાયંસ ઇંડસ્ટ્રીયલ લિમિટેડ પાસેથી પૈસા લઇને તેમને અપરોક્ષ રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણ અને યોગેંદ્ર યાદવે આજે પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યો છે. બંને નેતાઓએ રવિશંકર પ્રસાદ વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરતાં તેમણે મંત્રીપદથી સસ્પેંડ કરવાની અપીલ કરી.

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે રિલાયન્સ કંપની પાસેથી દર મહિને સાત લાખ રૂપિયા રિટેનરશિપ ફીના રૂપમાં લે છે. ગત એક વર્ષમાં તેમણે 84 લાખ રૂપિયા રિલાયંસ કંપની પાસેથી પ્રાપ્ત કર્યા છે. આપનો આરોપ છે કે આ રિટેનરશિપ ફીના રૂપમાં રિલાયન્સ દ્વારા આપનાર આ રકમ પારિતોષના રૂપમાં આપવામાં આવતી હતી. જેથી કંપનીને મંત્રીનું અપરોક્ષ સમર્થન મળતું રહે.

arvind-kejriwal-aap

આપે તત્કાલિન ટેલીકોમ મંત્રી મનીષ તિવાર પર આરોપ લગાવ્યો કે સીએજીએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇડસ્ટ્રિયલ લિમિટેડે ઇફોટેડ સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિગ્રહણમાં મંત્રાલયે રિલાયંસને ફાયદો પહોંચાડ્યો જેના લીધે સરકાર વીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તો બીજી તરફ સરકારે સીએજીની આ ટિપ્પણીને નકારી કાઢી હતી.

પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો હતો કે જે પ્રકારે રવિશંકર પ્રસાદે રિલાયંસ પાસેથી દર મહિને 7 લાખ રૂપિયાનું પારિતોષણ લઇ રહ્યાં છે તે આગામી 4જીની હરાજી દરમિયાન કંપનીને તેનો લાભ પહોંચાડશે.

English summary
Aam Aadmi Party blames central minister ravishankar prasad of benifiting reliance company indirectly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X