For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખુર્શીદ વિરૂદ્ધ 'આપ'ના ઉમેદવારે મેદાન છોડ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 માર્ચ: લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ચૂંટણીનું મેદાન છોડવાનો સિલસિલો ચાલુ છે. ગત અઠવાડિયે બે ઉમેદવારોએ મેદાનમાંથી પાછી પાની કર્યા બાદ સોમવારે ફર્રુખાબાદથી 'આપ'ના ઉમેદવાર મુકુલ ત્રિપાઠીએ ટિકીટ પરત આપી. મુકુલ ત્રિપાઠી પાર્ટી અને નેતાઓ પર સહયોગ કરવાનો આરોપ લગાવતાં મેદાનમાંથી પાછી પાની કરી ગયા છે. મુકુલ ત્રિપાઠી ઉત્તર પ્રદેશથી 'આપ'ના પાંચમા ઉમેદવાર છે, જેમણે ટિકીટ પરત આપી દિધી હોય.

મુકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે સ્થાનિક નેતા સહયોગ કરી રહ્યાં નથી, જ્યારે કેન્દ્રિય નેતા ફોન સુધી ઉપાડતા નથી. તેમણે કહ્યું હતું કે હું ઘણીવાર સંજય સિંહને ફોન કર્યો પરંતુ તેમણે માની વાત પણ સાંભળી નહી. તેમણે આરોપ લગાવ્યો હતો કે 'આપ'ના નેતા ફક્ત રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે ચૂંટણી લડી રહ્યાં છે. મુકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે હું મિત્રો પાસેથી ઉધાર લઇને ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો, આ લોકોએ મારું કેરિયર બરબાર કરી દિધું.

મુકુલ ત્રિપાઠી પત્રકાર છે અને તે લાંબા સમયથી લખનઉથી પત્રકારત્વ સાથે જોડાયેલા રહેલા છે. તેમણે સલમાન ખુર્શીદ વિરૂદ્ધ ઉતારતા પાછળનું કારણ એ હતું કે મુકુલ ત્રિપાઠી શારીરિક રીતે લગભગ 70 વિકલાંગ છે. થોડા સમય પહેલાં સલમાન ખુર્શીદ અને તેમની પત્ની પર વિકલાંગોના ભાગના પૈસા ખાઇ જવાનો આરોપ લગાવ્યો હતો. એટલા માટે પાર્ટીએ મુકુલ ત્રિપાઠીને અહીંથી ઉતારીને મુદ્દાને ભાવનાત્મક બનાવીને ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો.

salman-khurshid

આ પહેલાં શનિવારે અજમેરથી લોકસભાના ઉમેદવાર અજય સોમાનીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું, જ્યારે એટાના ઉમેદવાર દિલીપ યાદવે ટિકીટ પાછી આપી દિધી. જાણીતા ટીવી કલાકાર પ્રવીણ કુમારે પણ ગત અઠવાડિયે આપ સાથે સંબંધ તોડી દિધો. પ્રવીણ કુમારે ગત વર્ષે દિલ્હીની વજીરપુર સીટ પરથી 'આપ'ની ટિકીટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યા ન હતા. દિલીપે ટિકીટ પરત આપવાનું કારણ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના ખોટો નિર્ણયોને ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે પાર્ટીએ ખોટા લોકોને ટિકીટ આપી છે.

શનિવારે નામ પરત લેવાના અંતિમ દિવસે સોમાનીનું અચાનક મેદાનમાંથી હટી જવાના લીધે પાર્ટી કાર્યકર્તાઓએ તેમના ઘરે જોરદાર હંગામો કર્યો હતો અને તેમના પર શાહી ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટટ સોમાનીએ ઉમેદવારી પત્ર પરત લેવા અંગે સ્પષ્ટતા રજૂ કરતાં કહ્યું હતું કે 'મને કાલે સાંજે જ ખબર પડી કે ભાઇ સમાન મારા પાર્ટનરને કેન્સર છે અને કિડની ફેલ છે. તેની તાત્કાલિક સારવાર મુંબઇમાં કરાવવી છે. મારું તેની સાથે હોવું જરૂરી છે. મેદાનમાં ઉભો રહેતો તો તેની સાથે જઇ ન શકતો એટલા માટે નામ પરત લઇ લીધું.

English summary
Aam Aadmi Party (AAP) Lok Sabha candidate from Farrukhabad Mukul Tripathi on Monday returned the ticket alleging that there is corruption and mismanagement in the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X