ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી
આમ આદમી પાર્ટીના નેતા આતિશી માલીનાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર પર આપત્તીજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારપછી ગૌતમ ગંભીરે તેમને માનહાની નોટિસ મોકલી છે. ગૌતમ ગંભીતે આતિશી માલીના સહીત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ પણ માનહાની નોટિસ મોકલી છે.
આપને જણાવી દઈએ કે આતિશી ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સમાં રડી હતી. આતિશીએ પ્રેસ કોન્ફ્રન્સમાં ગૌતમ ગંભીર પર સંગીન આરોપ લગાવ્યા હતા. આતિશીએ ગંભીર પર અપમાનજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીના આરોપ પર વળતો પ્રહાર કરતા ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા. ગંભીરે ટવિટ કરીને ચેલેન્જ આપ્યું કે જો સાબિત થયું કે આ મેં કર્યું છે તો પોતાની ઉમેદવારી પાછી લઇ લઇશ, અને જો નહિ તો શુ તમે રાજનીતિ છોડી દેશો?
દિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે
ગૌતમ ગંભીરે પોતાના પર લાગેલા આરોપો પર એક પછી એક ત્રણ ટવિટ કરીને તેના જવાબ આપ્યા તેને કહ્યું કે, એક મહિલા અને તે પણ પોતાની સહયોગીના સમ્માન સાથે છેડછાડ કરતા તમારા કૃત્યોની ઘૃણા થાય છે, કેજરીવાલ. આ બધું ફક્ત ચૂંટણી જીતવા માટે? તમે ગંદગી છો મુખ્યમંત્રીજી અને જરૂર છે કે કોઈ તમારી જ ઝાડુ ઉઠાવીને તમારું ગંદુ દિમાગ સાફ કરે.
BJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ
ગૌતમ ગંભીરે કહ્યું કે હું તેમના સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. તમે આ રીતે કોઈની છબી ખરાબ નહીં કરી શકો, જો તમારી પાસે કોઈ પુરાવા નથી. મેં મારા ચૂંટણી કેમ્પેઇનમાં કોઈની પણ સામે નકારાત્મક નિવેદન નથી આપ્યું.
23 મે પરિણામ ગમે તે આવે, ચૂંટણીમાં આમની જીત નક્કી છે