For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના શપથ ગ્રહણમાં શામેલ થવા માટે સરકારી શાળાના શિક્ષકોને ફરમાન

દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં એક વાર ફરીથી જે રીતે આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત થઈ તે બાદ દિલ્લીની સરકારી સ્કૂલના શિક્ષકો માટે એક નિર્દેશ સામે આવ્યો હતો જેના કારણે આમ આદમી પાર્ટીની ટીકા થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં એક વાર ફરીથી જે રીતે આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત થઈ તે બાદ દિલ્લીની સરકારી સ્કૂલના શિક્ષકો માટે એક નિર્દેશ સામે આવ્યો હતો જેના કારણે આમ આદમી પાર્ટીની ટીકા થઈ રહી છે. દિલ્લીની તમામ સરકારી સ્કૂલના શિક્ષકોને એ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારંભમમાં શામેલ થાય. કોંગ્રેસ અને ભાજપે સોશિયલ મીડિયા પર ડાયરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન તરફથી એક સર્ક્યુલરને શેર કર્યો હતો. આ સર્ક્યુલરમાં તમામ સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, હેપ્પિનેસ કોઑર્ડિનેટર, શિક્ષણ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવાં આવ્યા છે કે તે અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારંભમાં શામેલ થાય.

કોંગ્રેસનો તીખો હુમલો

કોંગ્રેસનો તીખો હુમલો

સર્ક્યુલર પર ઓએસડી રવીંદર કુમારના હસ્તાક્ષર છે. જેમાં તમામ સ્કૂલના પ્રિન્સિપાલને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે 20 શિક્ષકોની એખ લિસ્ટ તૈયાર કરે જે રામલીલા મેદાનમાં શપથગ્રહણમાં ભાગ લેવા આવશે. કોંગ્રેસ નેતા મુકેશ શર્માએ સરકારના આ સર્ક્યુલરને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે અરવિંદ કેજજરીવાલના શપથગ્રહણનુ આ નવુ મૉડલ છે. સરકારે સરકારી સ્કૂલ માટે સર્રક્યુલર જારી કર્યો છે. એટલે કે ભીડને સત્તાના ખોટા ઉપયોગથી ભેગી કરવામં આવી રહી છે. તેમણે દિલ્લીના એલજીને આની જાણવાજોગ લેવા માટે અપીલ કરી અને ત્વરિત આની સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

ભાજપે કર્યો હુમલો

ભાજપે કર્યો હુમલો

ભાજપના પ્રવકતા પ્રવીણ શંકર કપૂરે પણ આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખને ઘેર્યા. તેમણે કહ્યુ કે મફતની યોજનાઓના દમ પર ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ પાસે ધારાસભ્ય તો છે પરંતુ લોકોનુ સમર્થન નથી. અરવિંદ કેજરીવાલ આ અંગે બહુ ચિંતતિ છે કે લોકો તેમના શપથગ્રહણમાં ભાગ લેવા માટે નહિ પહોંચે. આ જ કારણ છે કે તેમણે 30000 શિક્ષકોને રામલીલા મેદાનમાં પહોંચવા માટે કહ્યુ છે.

મંત્રીઓની યાદી જાહેર

મંત્રીઓની યાદી જાહેર

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ પ્રેસીડેન્ટે સીએમ કેજરીવાલની સલાહ પર છ ધારાસભ્યોને પણ દિલ્લી સરકારમાં મંત્રી નિયુક્ત કર્યા છે. અરવિંદ કેજરીવાલ સાથે 16 ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, ઈમરાન હુસેન, રાજેન્દ્ર ગૌતમ શપથ લેશે. આ બધા લોકો સીએમ કેજરીવાલ બાદ વારફરથી શપથ લેતા જોવા મળશે.. 11 ફેબ્રુઆરીએ આવેલા ચૂંટણી પરિણામોમાં આપે 70માંથી 62 સીટો પર જીતીને પૂર્ણ બહુમત મેળવ્યો હતો. 8 સીટો પર ભાજપને વિજય મળી. કોંગ્રેસ સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં ખાતુ ખોલી શકી નહિ.

રાજીનામાનો સ્વીકાર

રાજીનામાનો સ્વીકાર

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે અરવિંદ કેજરીવાલને દિલ્લીના મુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. વળી, એક અલગ અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સાથે મંત્રી પરિષદના રાજીનામાને તત્કાલ પ્રભાવથી સ્વીકારી લીધુ છે. જો કે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કરવાનુ ચાલુ રાખશે જ્યાં સુધી નવા મુખ્યમંત્રીના શપથ ના થઈ જાય.

આ પણ વાંચોઃ અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે વટહુકમ લાવે સરકાર: પાસવાનઆ પણ વાંચોઃ અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે વટહુકમ લાવે સરકાર: પાસવાન

English summary
AAP faces heat after circular for the government teachers to attend Arvind Kejriwal oath ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X