For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAP સામાન્ય લોકોની પાર્ટી, આપ સરકાર પણ સામાન્ય લોકોની સરકાર હશેઃ ભગવંત માન

આમ આદમી પાર્ટી(આપ)પંજાબના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માને પોતાના વિધાનસભા વિસ્તાર ધૂરીમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(આપ)પંજાબના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માને પોતાના વિધાનસભા વિસ્તાર ધૂરીમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો. માને ચૂંટણી પંચના દિશા નિર્દેશોનુ પાલન કરીને ઘરે-ઘરે જઈને લોકો સાથે મુલાકાત કરી, તેમના હાલ-ચાલ પૂછ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. ધૂરીના લોકોને ભગવંત માન મળ્યા અને તેમને જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ હતો. લોકોએ ઠેર-ઠેર ભગવંત માનનુ સ્વાગત કર્યુ અને સમર્થક ભગવંત માન અને આમ આદમી પાર્ટી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.

aap

મંગળવારે ભગવંતમાન પોતાના નક્કી કાર્યક્રમ મુજબ ધૂરી વિધાનસભા વિસ્તારના વિવિધ ગામો ભલવાન, પલાસૌર, ભોજોવાલી, ભદલવઢ, ભુલ્લરહેડી, કૌલસેડી, સમુંદગઢ, કંધારગઢ, મીમશા, શેરપુર સોઢિયાં, ધાંદરા, બંગાવાલી, ઈસ્સી, રુલદુસિંહ વાલા, બરડવાલ અને ધૂરી શહેરનો પ્રવાસ કરીને વિસ્તારમાં ડોર-ટુ-ડોર ચૂંટણી પ્રચાર કર્યો અને લોકોને આમ આદમી પાર્ટીનુ સમર્થન કરવાની અપીલ કરી.

આ પ્રસંગે માને કહ્યુ કે આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે. અમારા નેતા સામાન્ય ઘરોમાંથી આવ્યા છે માટે તે સામાન્ય લોકોના દુઃખ-દર્દને સમજે છે. અમે પંજાબને આગળ લઈ જવા માટે અને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ-રાત એક કરીને મહેનત કરી રહ્યા છે અને યોજનાઓ બનાવી રહ્યા છે. અમારી પાસે પંજાબ માટે સારા રોડમેપ તૈયાર છે. અમે પંજાબની ખેકી અને જવાની બંનેને બચાવીશુ. રોજગાર અને ઉચ્ચ શિક્ષણના અભાવમાં મજબૂર થઈને વિદેશ જઈ રહેલા નવયુવાનોને પંજાબમાં જ શિક્ષણ અને રોજગારના પૂરતા અવસર ઉપલબ્ધ કરાવીને પંજાબના પૈસા અને પ્રતિભા બંનેને પલાયન થવાથી રોકીશુ. અમારો ઉદ્દેશ પંજાબના બેરોજગાર નવયુવાનોને માત્ર રોજગાર આપવાનો નથી, તેમને રોજગારદાતા બનાવવાનો છે.

માને કહ્યુ કે આપ સરકાર વેપારીઓની સુરક્ષા કરશે અને પંજાબમાં ઉદ્યોગ-વેપારને પ્રોત્સાહન આપવા માટે વેપારનો સુરક્ષિત માહોલ તૈયાર કરશે. આપની સરકાર પંજાબના વેપારીઓને મળીને સૂચનોને પોતાની યોજનાઓમાં શામેલ કરશે અને તેમની બધી સમસ્યાઓનુ સમાધાન કરશે. નવા ઉદ્યોગ લગાવવા માટે અમે ઈંસેન્ટીવની વ્યવસ્થા કરીશુ અને વેપારીઓની મુખ્ય સમસ્યા રેડ રાજ તેમજ ઈન્સ્પેક્ટર રાજ જડમાંથી ખતમ કરીશુ. ઉદ્યોગ-વેપાર વધવાથી સરકારની મહેસૂલ પણ વધશે અને રોજગાર પણ વધશે.

માને કહ્યુ કે આજે પંજાબનો દરેક વર્ગ, ભલે તે યુવાન હોય કે ખેડૂત, વેપારી હોય કે કર્મચારી, આમ આદમી પાર્ટી સાથે ઉભો છે. આપ સરકાર બધા વર્ગોના લોકોની સરકાર હશે. આજે પંજાબની સત્તા અમુક રાજકીય પરિવારોના હાથમાં છે. અમે સત્તાને અમુક ખાસ રાજકીય પરિવારોમાંથી કાઢીને પંજાબના સામાન્ય લોકો સુધી પહોંચાડીશુ. માને લોકોને પંજાબ અને પંજાબના યુવાનો-બાળકોનુ નસીબ બદલવા માટે આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડુનુ બટન દબાવવાની અપીલ કરી અને કહ્યુ કે જે રીતે અમે સંગરુરના સાંસદ રહીને હંમેશા પંજાબનો અવાજ સંસદમાં ઉઠાવ્યો છે, એ રીતે મુખ્યમંત્રી બનવા પર અમે પંજાબના દરેક વર્ગના લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ-રાત મહેનત કરીશુ અને લોકોને તેમનો હક અપાવીશુ.

English summary
AAP is common people party: Bhagwant Mann
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X