વારાણસીમાં બૉલીવુડ અભિનેત્રી ગુલ પનાગ અને વીજે રધુ પર હુમલો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વારાણસી, 9 મે: ભગવાન શિવની ધરતી કાશી રાજકીય કુરૂક્ષેત્રમાં પરિવર્તિત થઇ ગઇ છે. અને હવે જ્યારે કુરૂક્ષેત્ર સ્વિકારી લીધું છે તો આવા સમાચાર આવવા કોઇ મોટી વાત નથી. જી હાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓએ વારાણસીમાં બૉલીવુડ એક્ટ્રેસ અને ચંદીગઢથી પાર્ટી ઉમેદવાર ગુલ પનાગ પર હુમલો કર્યો છે. આ હુમલો બીએચયૂ કેમ્પસમાં થયો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સમર્થક અને જાણિતા રેડીયો હોસ્ટ રધુ રામ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે.

રધુરામે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખવામાં આવ્યું છે હ વૈલ! બીએચયૂમાં બે લોકોએ મને લાકડીઓ વડે હુમલો કર્યો. તે બહારના લોકો હતા. બીએચયૂના છોકરાઓએ તેમને ભગાવી દિધા. પ્રાપ્ત જાણકારી અનુસાર બીએચયૂ કેમ્પસમાં જનસંપર્ક અભિયાનમાં સામેલ ગુલ પનાગને અહીંના વિદ્યાર્થીઓ પહેલાં જનસંપર્ક કરવાની મનાઇ કરી. વિદ્યાર્થીઓના ત્યાં ગયા પછી ગુલ પનાગ તથા રધુ રામે ફરીથી પોતાનો કાર્યક્રમ શરૂ કરી દિધો. બહારથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ જ્યારે તેમને જનસંપર્ક કરતા જોયા તો તેમને ત્યાંથી જવા માટે કહ્યું.

gul-panag-rides-bike-to-chandigarh-pic4

તેનો ગુલ પનાગ સાથે આવેલા આપ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. આ વિરોધ બીએચયૂના વિદ્યાર્થીઓને સહન કરી શક્યા નહી અને પછી વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક વિદ્યાર્થીઓએ રધુને માર માર્યો જ્યારે વિદ્યાર્થીએ ગુલ પનાગને હોસ્ટલની અંદર ખેંચી જઇ માર ખાતા બચાવી લીધી. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વારાણસીના ગ્રામીણ વિસ્તારોમાં પોતાનો રોડ શો કરી રહ્યાં છે.

આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલે હેલિકોપ્ટર યાત્રાઓને લઇને નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મારી જીતને લઇને આશ્વસ્ત છું. હું ભારે મતોથી ચૂંટણી જીતી રહ્યો છું. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ જાતિ અને સાંપ્રદાયિક રાજકારણ સહિત દરેક રીતનો ઉપયોગ કરી રહી છે.

English summary
AAP leader Gul Panag and MTV VJ Raghu of Roadies fame were on Friday allegedly manhandled inside the BHU campus here after a scuffle broke out between AAP supporters and a group of students allegedly belonging to BJP's student wing ABVP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X