For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમ થયા આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની અને તેના લીધે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા ફરીથી એક્ટિવ થઇ ગયા છે, પરંતુ કુમાર વિશ્વાસનો ક્યાંક અતોપતો નથી. ગત લોકસભા ચૂંટણી અમેઠીથી હાર્યા બાદ કુમાર વિશ્વાસ ગાયબ છે. જાણકારોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા પણ પરેશાન છે કે તે ચૂંટણી પહેલાં ક્યાં જતા રહ્યાં છે. તમને જણાવી દઇએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે પોતાની પાર્ટી માટે જોરદાર કેંપેન કર્યું હતું. તે પ્રખર વક્તા છે તે પોતાના ભાષણ દરમિયાન લોકોને જકડી રાખે છે.

kumar-vishwas

કવિ સંમેલનોમાં એક્ટિવ
કહેનારાઓ તો એમપણ કહે છે કે કુમાર વિશ્વાસ પોતાની પાર્ટીના નેતાઓ અને નીતિઓથી મોહભંગ થઇ ગયા છે. હવે તે ફરીથી કવિ સંમેલનોમાં સક્રિય થઇ ગયા છે.

દંડ ફટકાર્યો
આ દરમિયાન પાસપોર્ટ વિભાગે બનાવટી એનઓસી લગાવવાના મુદ્દે કવિ અને આમ આદમી પાર્ટીના નેતા અને કવિ ડૉ. કુમાર વિશ્વાસ પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથે જ દંડ ભર્યા બાદ જ તેમને પાસપોર્ટ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો છે.

જાણકારી અનુસાર કુમાર વિશ્વાસે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. તેના માટે તેમણે ગાજિયાબાદના એલઆર કોલેજના આચાર્ય સંજય દત્ત કૌશિક દ્વારા ઇશ્યૂ કરાયેલી એનઓસી અરજી સાથે લગાવી હતી. પાસપોર્ટ વિભાગે જ્યારે એનઓસીની તપાસ કરાવી તો એનઓસીમાં ગડબડ નિકળી. સંજય દત્ત કૌશિકે પાસપોર્ટ વિભાગને લેખિતમાં આપ્યું હતું કે એનઓસી તેમના દ્વારા ઇશ્યૂ કરવામાં આવી નથી.

ત્યારબાદ પાસપોર્ટ વિભાગે આપ નેતા પાસેથી પાસપોર્ટ જમા કરાવી લીધો હતો. જો કે પાસપોર્ટ અધિકારીઓનું માનીએ તો પોલીસ વેરિફિકેશનના આધાર પર તેમને પાસપોર્ટ ઇશ્યૂ કરી શકાય છે. જાણકારોનું કહેવું છે કે અરજીના દસ્તાવેજોમાં ગરબડ જોવા મળી છે, ત્યારબાદ નિયમાનુસાર તે દંડ ફટકારવો જરૂરી થઇ ગયો છે. તેના લીધે પાસપોર્ટ વિભાગે ડૉ. કુમાર વિશ્વાસ પર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

English summary
Find Aam Admi Party Kumar Vishwas if you can. He contested the last Lok sabha poll from Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X