જરા કોઈ તપાસ તો કરાવો, પીએમ મોદી ગાંજો તો નથી પીતાઃ સંજય સિંહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે ઉત્તરપ્રદેશના મેરઠમાં ચૂંટણી રેલી દરમિયાન સપા-બસપા-આરએલડીના ગઠબંધન પર હુમલો કર્યો તે બાદ આમ આદમી પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. સંજય સિંહે કહ્યુ કે મોદીજીની તપાસ કરાવો ક્યાંક ગાંજો તો નથી પીતા? રાજકીય દળોને દારૂ અફીણ હીરોઈન કોકીન તો કોઈ સડક છાપ નેતા બોલી શકે છે પ્રધાનમંત્રી નહિ. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ સપા-બસપા-આરએલડીના ગઠબંધનની તુલની દારૂ સાથે કરી હતી.
મેરઠની રેલીને સંબોધિત કરીને પીએમ મોદીને કહ્યુ હતુ કે સપાનો સ, આરએલડીનો ર અને બસપાનો બ મળીને સરાબ થાય છે અને શરાબ આરોગ્ય માટે હાનિકારક હોય છે. દારૂ પીવાથી લોકો બરબાદ થાય છે. એવામાં યુપીમાં આ ગઠબંધન લોકોને બરબાદ કરી દેશે. માટે આ લોકોને રાજ્યમાંથી દૂર રાખો. પીએમ મોદીના આ નિવેદન પર હુમલો કરતા સંજય સિંહે પીએમ મોદીની તુલના સડક છાપ નેતા સાથે કરી છે. સંજય સિંહે કહ્યુ કે આ રીતનું નિવેદન તો કોઈ સડક છાપ નેતા પણ નથી આપતા.
मोदी जी की जाँच कराओ कहीं गाँजा तो नही पीते? राजनीतिक दलों को शराब अफ़ीम हीरोइन कोकीन तो कोई चौराहे छाप नेता बोल सकता है प्रधानमंत्री नही। https://t.co/EoUfdAW0ey
— Sanjay Singh AAP (@SanjayAzadSln) 28 March 2019
ઉલ્લેખનયી છે કે ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે બાળપણથી ગરીબી હટાવોના નારા સાંભળી રહ્યો છુ. કોંગ્રેસે ગરીબો સાથે ગદ્દારી કરી, કોંગ્રેસને હટાવો ગરીબી આપોઆપ જતી રહેશે. વળી, 'મિશન શક્તિ' અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટ પર પણ તેમણે પલટવાર કર્યો. પીએમ મોદીએ રાહુલ ગાંધીના વર્લ્ડ થિયેટર ડેવાળા કટાક્ષ પર પલટવાર કરતા કહ્યુ કે જે લોકો A-SAT અને થિયેટર સેટ વચ્ચેનું અંતર નથી સમજી રહ્યા આપણે તેમના વિશે શું કહી શકીએ છીએ.
આ પણ વાંચોઃ ચૂંટણી જંગમાં આજે પીએમ મોદી અને રાહુલ-પ્રિયંકા સામસામે