કોંગ્રેસ સાથે મળી દિલ્હીને જર્મની બનાવશે કેજરીવાલ!
નવી દિલ્હી, 20 ડિસેમ્બરઃ જનતાને પ્રશ્ન પૂછનારા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે કે તે કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવી શકે છે. જો કે, હજુ સુધી તેની પૃષ્ટી થઇ શકી નથી, પરંતુ એક વાત પાક્કી છે, જો કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી તો દિલ્હી પણ જર્મની બની જશે. ચોંકશો નહીં, અમે વિકાસના પરિપ્રેક્ષ્યમાં વાત નથી કરી રહ્યા, પરંતુ આવું થવાથી દિલ્હીના રાજકારણનું સમીકરણ એવું જ હશે, જેવું જર્મનીનું સપ્ટેમ્બર 2013માં હતું.
રાજકીય પાર્ટીઓ પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે, તે વૈચારિક મતભેદ ભુલાવીને રાષ્ટ્રહિત ધ્યાનમા રાખે અને જનતાને એક સારું પ્રશાસન ઉપલબ્ધ કરાવે. ખંડિત જનાદેશનું એક ઉદાહરણ 22 સપ્ટેમ્બર 2013એ જર્મની ચૂંટણી પરિણામોમાં પણ જોવા મળ્યું. જ્યાં સુધી સત્તારૂઢ કંજરવેટિવ પાર્ટીને સરકાર બનાવવા માટે જરૂરી બહુમત ના મળ્યુ, તો બીજી તરફ તેની પ્રમુખ સહયોગી પાર્ટી લિબરલ ડેમોક્રેટને પાંચ ટકાથી પણ ઓછા વોટ મળ્યાં જેના કારણે તેને સંસદમાંથી હટવું પડ્યુ. આ ઉપરાંત જર્મનીની વામપંથી વિચારધાર અને પ્રમુખ વિપક્ષી પાર્ટી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી પરંતુ તેની સહયોગી ગ્રીન પાર્ટીને ગઠબંધન માટે જરૂરી બેઠકો પણ ના મળી.
બીજીવાર ચૂંટણી અને તેમાંથી થનારા ખર્ચથી બચવા માટે એન્જેલા માર્કેલની કંજર્વેટિવ પાર્ટીએ પોતાની દક્ષિણપંથી વિચારધારા હોવા છતાં પણ વામપંથી વિચારધારાવાળી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાણ માટે વાતચીત કરી. વાતચીતની પ્રક્રિયા બે માસ સુધી ચાલી, આ દરમિયાન બન્ને પાર્ટીઓ મળીને 160 પેજના એક દસ્તાવેજ તૈયાર કર્યા, જેને વૈધાનિક રૂપ આપવામાં આવ્યું, જેથી કોઇ પોતાના વાયદાઓથી ફરી ના શકે અને સરકાર બનાવવામાં આવી.
અમે તમને જણાવી દઇએ કે ઇકોનોમિક્સ ટાઇમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે, આગામી સપ્તાહમાં કેજરીવાલ કોંગ્રેસના સમર્થનમાં દિલ્હીમાં સરકાર બનાવશે. જો એવું થયું તે કેજરીવાલ એ સરકારના મુખ્યમંત્રી હશે. જો કે, સરકાર કેટલો સમય ચાલશે એ કહેવું થોડું અઘરુ છે, પરંતુ હા તે શરતો પર આધારિત હશે.