દિલ્લી ચૂંટણીઃ પત્ની સુનીતાના બર્થડે પર કેજરીવાલે આપી જીતની મોટી ભેટ
આજે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પત્ની સુનીતાનો જન્મદિવસ છે અને પોતાની પત્નીના બર્થડે પર આ જીતથી સારી ભેટ કદાચ બીજી કેજરીવાલ તેમને ન આપી શક્યા હોત.
રાજધાની દિલ્લીની બધી 70 સીટો પર મતોની ગણતરી ચાલુ છે. પ્રારંભિક રુઝાનોમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. તે 51 સીટો પર આગળ ચાલી રહી છે. આપ પાર્ટીએ અત્યારથી જ ઉજવણી કરવામાં લાગી ગઈ છે. તો વળી, ખાસ વાત એ છે કે આજે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પત્ની સુનીતાનો જન્મદિવસ છે અને પોતાની પત્નીના બર્થડે પર આ જીતથી સારી ભેટ કદાચ બીજી કેજરીવાલ તેમને ન આપી શક્યા હોત.

અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલે કર્યા પ્રેમલગ્ન
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલના પ્રેમ લગ્ન થયા છે, અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલની લવ સ્ટોરીની શરૂઆત આઈઆરએસની ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. બંનેનો પ્રેમ આઈઆરએસની ટ્રેનિંગ દરમિયાન શરૂ થયો અને બાદમાં લગ્નમાં પરિણમ્યો.

સુનીતાને દેખાઈ હતી કેજરીવાલની આ ખૂબીઓ
સુનીતાનુ સપનુ હતુ કે તેનો ભાવિ પતિ ઈમાનદાર હોવા સાથે દેશ સેવાને પ્રાથમિકતા આપનાર હોય અને કેજરીવાલમાં તેને એ બધી ખૂબીઓ દેખાઈ અને આજે બંને પડછાયાની જેમ સાથે જોવા મળે છે. આ વખતે ચૂંટણીમાં સુનીતાએ પોતા પતિ માટે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો.

કેજરીવાલે સુનીતાને ગળે લગાવીને કહ્યુ હતુ - Thank You
વર્ષ 2015માં જ્યારે આપ પાર્ટીએ જીતનો ઝંડો ફરકાવ્યો ત્યારે કેજરીવાલે પોતાની પત્નીને ગળે મળીને કહ્યુ હતુ કે સુનીતાના સતત સમર્થન અને સમજ વિના આ જીત સંભવ ન હોત, તે ક્યારેય સામે નથી આવી પરંતુ તે હંમેશા સાથે હતી, તે સાથ ન હોત તો, મારા માટે કંઈ પણ મેળવવુ સંભવ નહોતુ. એ વખતે ભાવવિભોર દેખાઈ રહેલા સુનીતા ચૂપચાપ તેમની સાથે ઉભા હતા અને આજે પણ સુનીતા ચૂપચાપ પોતાના પતિ સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
