For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેટ્રોની 44% પ્રજા લોકસભાની ચૂંટણીમાં 'આપ'ને વોટ આપશે: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઉતરતાં જ દિલ્હીની સત્તા પર બિરાજમાન આમ આદમી પાર્ટી (આપ) પાસે લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં ઘણી આશાઓ છે. દેશના ટોપ આઠ શહેરોની જનતા ઇચ્છે છે કે 'આપ' 2014ની લોકસભાની ચૂંટણીમાં મોટા ફેરફાર કરે. જો કે આમાંથી મોટાભાગના લોકો વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીને સારો વિકલ્પ માને છે.

સમાચાર પત્ર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દ્વારા રિસર્ચ એજન્સી IPSOS દ્વારા કરાવવામાં આવેલા ઓપિનિયન પોલમાં જનતાનું મંતવ્ય જાણવા મળ્યું છે. આ ઓપિનિયન પોલમાં દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગ્લોર, હૈદ્વાબાદ, પુણે અને અમદાવાદની જનતા આગામી લોકસભાની ચૂંટણી અંગે સલાહ માગી હતી.

એક તૃતિયાંશ પ્રજાનું શું માનવું છે

એક તૃતિયાંશ પ્રજાનું શું માનવું છે

સર્વેમાં ભાગ લેનાર એક તૃતિયાંશ પ્રજાનું માનવું છે કે 'આપ' આ ચૂંટણીમાં 26 થી 50 સીટો જીતશે, જ્યારે 26 ટકા લોકોનું માનવું છે કે આ પાર્ટી 51 થી 100 સીટો જીતશે. 11 ટકા લોકોનું માનવું છે કે 'આપ' 100થી વધુ સીટો જીતશે.

નરેન્દ્ર મોદી સૌથી આગળ

નરેન્દ્ર મોદી સૌથી આગળ

વડાપ્રધાન પદની પસંદગીના મામલે નરેન્દ્ર મોદી હજુ સુધી પણ બીજા સંભવિત ઉમેદવારોથી ઘણા આગળ છે. સર્વેમાં સામેલ 58 ટકા લોકો નરેન્દ્ર મોદીને, 25 ટકા કેજરીવાલને અને 14 ટકા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ પર જોવા માંગે છે.

આપ માટે સકારાત્મક સમાચાર

આપ માટે સકારાત્મક સમાચાર

'આપ' માટે સૌથી વધુ સકારાત્મક વાત એ હોય શકે છે કે સર્વેમાં સામેલ લોકોમાં સૌથી વધુ 44 ટકા લોકોએ કહ્યું હતું કે તેમના વિસ્તારત્થી આપના ઉમેદવાર ચૂંટણી લડશે તો તેને વોટ આપવામાં આવશે. 27 ટકાએ લોકો કહ્યું હતું કે તે પણ આપને વોટ આપી શકે છે, પરંતુ તેમનો નિર્ણય ઉમેદવાર પર નિર્ભર કરશે.

58 ટકા લોકોની પસંદગી મોદી

58 ટકા લોકોની પસંદગી મોદી

જ્યાં સુધી દેશના આગામી વડાપ્રધાનની વાત છે તો આ મુદ્દે નરેન્દ્ર મોદી સૌથી આગળ છે. સર્વેમાં સામેલ લોકોમાંથી 58 ટકાએ પીએમ પદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા. 25 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને જ્યારે ફક્ત 14 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા હતા.

આપ માટે પણ સારા સંકેત

આપ માટે પણ સારા સંકેત

આ મુદ્દે આપ માટે પણ સારા સંકેત છે, કારણ કે ચેન્નઇ, મુંબઇની સાથે સાથે નરેન્દ્ર મોદીના ગઢ અમદાવાદમાં પણ લોકોએ પીએમ પદ માટે નરેન્દ્ર મોદીના બદલે અરવિંદ કેજરીવાલની પસંદગી કરી છે. આ સર્વેમાં કુલ 2,015 લોકોની સલાહ લેવામાં આવી હતી. આ લોકો 18થી 45 વર્ષની ઉંમરના હતા.

English summary
According to a survey 44% people of 8 big cities of India, think that Aam Admi Party will be a bigger party in Loksabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X