આરોગ્ય સેતુ એપનો ડેટા 180 દિવસમા ડિલીટ કરી દેશે સરકાર
આરોગ્ય સેતુ એપ વિશે ચાલી રહેલ વિવાદ વચ્ચે સોમવારે કેન્દ્ર સરકારે દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ એક રીતે આરોગ્ય સેતુ ડેટા એક્સેસ એન્ડ નૉલેજ શેરિંગ પ્રોટોકૉલ છે જેમાં ઉપયોગકર્તાઓની માહિતી (ડેટા)ના પ્રસંસ્કરણ વિશે જારી કરવામાં આવ્યુ છે. નવા નિયમો હેઠળ 180 દિવસોથી વધુ ડેટાના ભંડાર પર રોક લગાવી દેવામાં આવી છે. એટલે કે આ એપનો ઉપયોગ કરનાર વ્યક્તિની અંગત માહિતી 180 દિવસમાં ડિલીટ કરી દેવામાં આવશે.
આ અંગત માહિતીમાં ઉપયોગ કરનારનો મોબાઈલ નંબર અને લોકેશન જેવી માહિતી શામેલ છે. પ્રોટોકૉલ અનુસાર 180 દિવસની ગણતરી એ દિવસથી કરવામાં આવશે જે દિવસથી એ યુઝરે એપમાં નાખ્યુ છે. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યુ છે કે એપના યુઝરના ડેટાનો ઉપયોગ માત્ર આરોગ્યના ઉદ્દેશ્ય માટે જ કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ આ પ્રોટોકૉલને ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે જારી કર્યુ છે.
આમાં કહેવામાં આવ્યુ છે, 'એનઆઈસી(નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર) માત્ર એ રીતની માહિતી ભેગી કરશે કે જે યોગ્ય આરોગ્ય પ્રતિક્રિયા આપવા માટે જરૂરી હશે. આ રીતના ડેટાનો ઉપયોગ માત્ર યોગ્ય આરોગ્ય પ્રતિક્રિયાઓને લાગુ કરવા અને એ પ્રતિક્રિયાઓમાં સુધારો કરવા માટે કરવામાં આવશે.' સાથે જ ઉપયોગકર્તાઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે કે તે આરોગ્ય સેતુ સાથે સંબંધિત માહિતીઓને હટાવવા માટે અનુરોધ કરી શકે છે. આ રીતના અનુરોધ પર 30 દિવસની અંદર અમલ કરવામાં આવશે. વળી, નવી જોગવાઈ માત્ર સંપર્ક, જનસંખ્યા, સ્વ-મૂલ્યાંંકન અને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ કે એ લોકોના સ્થાન ડેટાનો સંગ્રહ કરવાની અનુમતિ આપે છે જે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે હોય.
અત્યારની પ્રાઈવસી પૉલિસી એપને કોઈ દર્દીના સ્વસ્થ થયાના 60 દિવસ બાદ સુધી ડેટાને સુરક્ષિત રાખવાની મંજૂરી આપે છે. જ્યારે અન્ય લોકો મામલે તેમની અંગત માહિતીઓ 45 બાદ જ ડિલીટ કરી દેવામાં આવશે. વળી, સોમવારે જારી પ્રોટોકૉલ બાદથી સરકારને 180 દિવસ સુધી આ માહિતીઓ રાખવાનો અધિકાર મળી ગયો છે. નવા પ્રોટોકૉલમાં કહેવામાં આવ્યુ છે કે ડેટાને ભારત સરકાર અને એ બધી એજન્સીઓ સાથે શેર કરવામાં આવી શકે છે જેમને આ ડેટા સુધી પહોંચવાની મંજૂરી હોય. આ એજન્સીઓ ડેટાનો ઉપયોગ માત્ર એ જ ઉદ્દેશ્યો માટે કરી શકે છે જેના માટે તેને શેર કરવામાં આવ્યુ છે. આના 180 દિવસ બાદ ડેટાને ડિલીટ કરવાની રહેશે. દેશમાં અત્યાર સુધી 9.82 કરોડ લોકોએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરી છે.
આ પણ વાંચોઃ લૉકડાઉનમાં ઘરે જઈ રહેલા 4 પ્રવાસી મજૂરોના માર્ગ અકસ્માતમાં મોત