આરુષિ હત્યાકાંડ: CBIના અધિકારીએ કર્યો ચોંકવનારો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

નિર્દેશક મેધના ગુલજારની ફિલ્મ તલવારે ફરી એક વાર દેશભરમાં સાત વર્ષ પહેલા થયેલા દેશની સૌથી મોટા મર્ડર મિસ્ટ્રી કેસ આરુષિ હત્યાકાંડની યાદા તાજા કરી દીધી છે. ફરી એક વાર આરુષિ તલવાર અને હેમરાજ હત્યાકાંડને આ ફિલ્મે સમાચાર અને વિવાદોમાં લાવીને મૂકી દીધી છે. અને ફરી એક વાર લોકોના મનમાં એ જ સવાલ ઊભો થયો છે કે આખરે આરુષિની હત્યા કોણે કરી?

ત્યાં જ આ કેસની તપાસ કરી રહેલા સીબીઆઇના સહાયક નિર્દેશકે પણ સાત વર્ષ બાદ પહેલી વાર આ કેસ પર પોતાની ચુપ્પી તોડી છે. સીબીઆઇના આ અધિકારીએ આ કેસ મામલે ચોંકવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે આ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં નથી આવી. જેના કારણે આ કેસ એક એવી ગૂંચવણમાં પડી ગયો છે જેનો કોઇ અંત નથી.

 

નોંધનીય છે કે સીબીઆઇના આ સહાયક નિર્દેશકનું નામ છે અરુણ કુમાર. જેમણે આ કેસને જ્યારે સીબીઆઇને સોંપવામાં આવ્યો ત્યારે તેની સૌથી પહેલા તપાસ કરી હતી. ત્યારે તેમણે સાત વર્ષ બાદ આ કેસને લઇને કેવા કેવા ચોંકવનારા ખુલાસા કર્યા છે. અને શું આધાર રજૂ કર્યા છે તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં. સાથે જ આ સમગ્ર ધટનાક્રમને વિસ્તૃત રીતે જાણો. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

કોણ છે અરુણ કુમાર?
  

કોણ છે અરુણ કુમાર?

આરુષિ મર્ડર કેસની તપાસ જ્યારે પહેલી વાર સીબીઆઇને સોંપવામાં આવી હતી. ત્યારે આ કેસના પહેલા તપાસકર્તા હતા સીબીઆઇના સહાયક નિર્દેશક અરુણ કુમાર. વળી ફિલ્મ તલવાર પણ અરુણ કુમારનું પાત્ર ઇરફાન ખાન ભજવ્યું છે.

શું ખુલાસા કર્યા છે?
  

શું ખુલાસા કર્યા છે?

ત્યારે આ કેસની તપાસ કર્યા બાદ 7 વર્ષ બાદ અરુણ કુમારે પોતાની ચુપ્પી તોડતા કહ્યું છે કે આ કેસમાં આરુષિના માતા પિતા નિર્દોષ છે.

કયા આધાર પર છે મા-બાપ નિર્દોષ
  
 

કયા આધાર પર છે મા-બાપ નિર્દોષ

અરુણ કુમારે આ અંગે પોતાનો મત રજૂ કરતા કહ્યું છે કે આરુષિની હત્યા બાદ હેમરાજનું શબ તેના ઘરની છત પરથી મળ્યું. જે આ કેસનું મહત્વું પાસું છે.

ફોરેન્સિંક સેમ્પલ
  

ફોરેન્સિંક સેમ્પલ

વધુમાં અરુણે કહ્યું કે આ કેસમાં ધટના થઇ તે દિવસે ધટના સ્થળ પરથી ફોરેન્સિંક સેમ્પલ ક્યારે પણ લેવામાં નહતા આવ્યા. જો આમ કર્યું હોત તો આ કેસ ખૂબ જ જલ્દી સોલ્વ થઇ જાત.

કોણે છે હત્યારો?
  

કોણે છે હત્યારો?

અરુણ કુમારી આ કેસ પર પોતાની થિયરી રજૂ કરતા કહ્યું કે તલવારના નોકર કૃષ્ણાએ આરુષિ અને હેમરાજની હત્યા કરી હતી. કારણ કે હેમરાજે જ કૃષ્ણા અને રાજકુમારને આરુષિ પર યૌન હુમલો કરતા રોક્યા હતા.

કેસનું શું થયું?
  

કેસનું શું થયું?

જો કે સીબીઆઇએ આ કેસની તપાસ માટે બે ટીમો બનાવી હતી. અને આ બન્ને ટીમોએ અલગ અલગ નિષકર્ષ લાવ્યું છે. એક ટીમના કહેવા મુજબ તલવારના નોકરે આરુષિની હત્યા કરી હતી અને બીજી ટીમના કહેવા મુજબ આરુષિના માતા-પિતાએ તેની અને નોકર હેમરાજની હત્યા કરી હતી.

શું હતો આરુષિ મર્ડર કેસનો ધટનાક્રમ
  

શું હતો આરુષિ મર્ડર કેસનો ધટનાક્રમ

વર્ષ 2008ની 15 ની મધરાતે નોયડાના પોતાના ઘરમાં આરુષિની લાશ મળી. આરુષિની હત્યા બાદ પોલિસને તેના નોકર હેમરાજ પર શંકા ગઇ પણ બીજા દિવસે હેમરાજની પણ લાશ તલવારના ઘરની છત પર મળી. જે બાદ 23 મેના રોજ રાજેશ તલવાર તેની દિકરીની હત્યાના કેસમાં પકડવામાં આવ્યા.

સીબીઆઇ સોંપવામાં આવ્યો કેસ
  

સીબીઆઇ સોંપવામાં આવ્યો કેસ

31 મેના રોજ આ હાઇ પ્રોફાઇલ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો. બે વર્ષ પછી વર્ષ 2010માં સીબીઆઇએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો.

કોર્ટે શું કહ્યું
  

કોર્ટે શું કહ્યું

ગાઝિયાબાદ કોર્ટે તલવાર દંપતિ પર પુરાવા હટાવાનો આરોપ લગાવી બન્નેની સામે આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. વર્ષ 2013માં પુરાવાના આધારે આરુષિના પિતા રાજેશ તલવાર અને માં નૂપૂર તલવારને હત્યાના દોષી માની ઉંમર કેદની સજા સંભળાવામાં આવી.

English summary
For the first time in seven years, the officer who led the initial CBI investigation into the Aarushi Talwar murder case has said that he believes Aarushi's parents Rajesh and Nupur Talwar are innocent.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.