For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરુષિ મર્ડરઃ નુપુરને બચાવી રહ્યા'તા CBIના ટોપ ઓફિસર

|
Google Oneindia Gujarati News

nupur-talwar
ગાજિયાબાદ, 25 એપ્રિલઃ દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરુષિ તલવાર હત્યાકાંડ હવે લગભગ સોલ્વ થવાની અણી ઉપર છે. હત્યાથી લઇને પુરાવાઓ સાથે છેડછાડ સુધીની તમામ ગુત્થી સીબીઆઇએ સ્પષ્ટ કરી નાંખી છે અને આરુષિના પિતા રાજેશ તલવારને હત્યારા ઠેરવ્યા છે. સીબીઆઇએ એમપણ કહ્યું કે, આરુષિની માતા નુપુર તલવારે પુરાવાઓનો નષ્ટ કર્યો. આ મર્ડર મિસ્ટ્રીના મુખ્ય તપાસ અધિકારી એજીએલ કૌલે જણાવ્યું કે, આરુષિની હત્યા બાદ નુપુર તલવારે તેના પ્રાઇવેટ પાર્ટને સાફ કર્યા અને પછી નવું લોઅર પહેરાવ્યું હતું. એટલું જ નહીં નુપુર તલવારે લોહી લાગેલા કપડાંએ એકત્ર કર્યા અને પછી રૂમના સાફ કરી દીધો હતો. આ બધા ઉપરાંત એજીએલ કૌલે જે નિવેદન આપ્યું તે ચૌંકાવનારું છે.

ઉલટ તપાસ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે નુપુર તલવારની ધરપકડ કેમ ના કરી, તો તેમણે જણાવ્યું, ' હું નુપુર તલવારની ધરપકડ કરવા માગતો હતો પરંતુ મારા વરિષ્ઠ અધિકારી એસપી નીલાભ કિશોરે મને તેની પરવાનગી આપી નહોતી.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો કૌલે કહ્યું કે તે મારા વરિષ્ઠ હતા અને જો તેમણે પરવાનગી ના આપી તો ધરપકડ થઇ શકે તેમ નહોતી. કૌલે કહ્યું કે મેજિસ્ટ્રેટને સોંપવામાં આવેલી ક્લોઝર રિપોર્ટમાં નુપુર તલવારની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એજીએલ કૌલે જણાવ્યું કે, વિવેચના દરમિયાન ઉપલબ્ધ સાક્ષ્ય અને સામાનના આધાર પર જ નુપુર તલવારની ધરપકડ થઇ શકે તેમ હતી. તેમણે જણાવ્યું કે, હું નુપુરની ધરપકડ કરીને પૂછપરછ કરવા માગતો હતો પરંતુ મારા વરિષ્ઠ અધિકારીએ મને ના પાડી દીધી. એ કહેવુ યોગ્ય છે કે અંતિમ રિપોર્ટમાં મે નુપુર તલવારનુ નામ આરોપીની કોલમના નથી દેખાડ્યું, પરંતુ અંતિમ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુન્હો બન્ને આરોપીએ મળીને કર્યો. નોંધનીય છે કે, હેમરાજ અને આરુષિની હત્યા બાદ નુપુર તલવારે બધા પુરાવા નષ્ટ કરી નાંખ્યા હતા.

આરુષિ હેમરાજ સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી તેથી નુપુરે તેના પ્રાઇવેટ પાર્ટ સાફ કરી દીધા અને તેનુ લોઅર ચેન્જ કરી નાખ્યું હતું. તમને જણાવી દઇએ કે 15-16 મેની એ રાતની આખી કહાણી સીબીઆઇના વકીલે ઉલટ તપાસ દરમિયાન કોર્ટમાં સંભળાવી છે, તેથી હવે જે પણ તથ્ય સામે આવ્યા છે, તે સીબીઆઇની કહાણી છે. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

English summary
New revelations in Aarushi Hemraj double murder has come out in the open. A CBI official said one of his senior did not allow him to arrest Nupur Talwar, mother of Aarushi Talwar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X