• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય ખુલશે આજે

By Kumar Dushyant
|

ગાજિયાબાદ, 24 નવેમ્બર: કિશોરી આરૂષિ તલવાર અને ઘરેલુ સહાયક હેમરાજની સનસનીખેજ હત્યાના લગભગ સાડા પાંચ વર્ષ બાદ એક વિશેષ સીબીઆઇ કોર્ટ સોમવારે પોતાનો ચૂકાદો સંભળાવશે કે શું આ કેસમાં તેના માતા-પિતા દોષી છે.

વિશેષ ન્યાયાધીશ એસ લાલ દંત ડૉક્ટર દંપતિ રાજેશ તલવાર અને નુપૂર તલવાર વિરૂદ્ધ 15 મહિના લાંબી સુનાવણી બાદ આ કેસમાં પોતાનો ચૂકાદો સંભળાવશે. બંને હાલ જામીન પર છે. બંને પર હત્યાની સાથે જ પોતાની 14 વર્ષીય પુત્રી અને નોકરની 15-16 મે 2008ના રોજ રાત્રે નોઇડા જલવાયુ વિહાર સ્થિત ઘરે હત્યાના પુરાવા નષ્ટ કરવાના આરોપ છે.

ઉત્તર પ્રદેશ પોલીસ અને સીબીઆઇના અલગ-અલગ તર્કોથી આ કેસમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા. શરૂઆતમાં શંકાની સોંઇ રાજેશ તલવાર પર ત્યારબાદ તેમના મિત્રોના ઘરેલુ સહાયકો પર પછી રાજેશ અને તેમની પત્ની પર ગઇ.

આ કેસ હંમેશા મીડિયામાં છવાયેલો રહ્યો. ઓગષ્ટ 2009માં સુપ્રીમ કોર્ટે મીડિયા પર સનસનીખેજ રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવી દિધો. તલવાર દંપતિએ સીબીઆઇ પર આરોપ લગાવ્યો હતો કે તપાસને ગેરમાર્ગે દોરવા અને કથિત રીતે કેટલીક વસ્તુઓને લીક કરીને તેમની છબિને 'નુકશાન' પહોંચાડ્યું. ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની તપાસ તે આધાર પર કરી હતી કે હેમરાજે આરૂષિની હત્યા કરી અને ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો.

બીજા દિવસે 16 મે 2008ના રોજ હેમરાજની લાશ ફ્લેટના ધાબા પરથી મળ્યા બાદ શંકાની સોંઇ રાજેશ પર આવી ગઇ જેને ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી. ઉત્તર પ્રદેશ પોલીસના તે સનસનીખેજ આરોપે મીડિયાનું ધ્યાન ખેંચ્યું કે હત્યારો બીજો કોઇ નહી કિશોરીના પિતા છે જે ને આરૂષિ અને હેમરાજને આપત્તિજનક સ્થિતીમાં જોયા બાદ ગુસ્સામાં આ પગલું ભર્યું હતું.

ઉત્તર પ્રદેશની તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ કેસને સીબીઆઇને સોંપી દિધો. સીબીઆઇના સંયુક્ત નિર્દેશક અરૂણ કુમારના નેતૃત્વમાં સીબીઆઇની એક ટુકડીએ એ નિષ્કર્ષ કાઢ્યું કે હત્યાઓ તલવારની ક્લિનિકમાં સહાયક કૃષ્ણા થડરાઇ, તેમના મિત્ર રાજકુમાર તથા તલવારના પડોશીના ડ્રાઇવર વિજય મંડલ દ્વારા કરવામાં આવી. રાજકુમાર તલવારના મિત્ર પ્રફુલ અને અનીતાના ઘરેલુ સહાયક હતા.

સીબીઆઇના તત્કાલિન નિર્દેશક અશ્વિની કુમારે આ નિષ્કર્ષોને નકારી કાઢ્યા અને અરૂણ કુમારની દલીલોમાં ખામીઓ કાઢી. સપ્ટેમ્બર 2009માં કુમારે સંયુક્ત નિર્દેશક જાવેદ અહેમદ અને તત્કાલીન પોલીસ અધિક્ષક નીલામ કિશોરના નેતૃત્વમાં એક નવી ટીમનું નિર્માણ કર્યું અને તેમને આ કેસ માટે પોતાની ટીમના સભ્યોની પસંદગી કરવા માટેની આઝાદી આપી.

તપાસ ટુકડીએ લગભગ એક વર્ષની ઉંડી તપાસ બધા સહાયકોને શકમાંથી મુક્ત કરી દિધા અને પરિસ્થિતીજન્ય પુરાવાના આધાર પર રાજેશ તલવારની ભૂમિકાના સંકેત આપી દિધા.

25 જાન્યુઆરી 2011ના રોજ ગાજિયાબાદ કોર્ટ પરિસરમાં એક યુવકે રાજશ તલવાર પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. ફરિયાદી પક્ષે પોતાની અંતિમ દલીલો 10 ઓક્ટોબરના રોજ શરૂ કરી જ્યારે બચાવ પક્ષે પોતાની અંતિમ દલીલો 24 ઓક્ટોબરના રોજ શરી કરી તેને 12 નવેમ્બરે પુરી કરી લીધી.

English summary
Nupur and Rajesh Talwar are on trial in India, accused of murdering their only child and cook. Judgment is expected Nov. 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X