
વિંગ કમાંડર અભિનંદનની બાજુમાં ઉભેલી મહિલા કોણ છે
ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન પાકની પકડમાંથી મુક્ત થઈને ભારત આવી ગયા છે. શુક્રવારે સાંજે અટારી વાઘા બોર્ડરના રસ્તે તે ભારત આવ્યા. નવ એકવીસ મિનિટે પાકિસ્તાનના રેજર્સે અભિનંદનને ભારતને સોંપ્યા. અભિનંદન જ્યારે બોર્ડર પર આવ્યા તો પાકિસ્તાન તરફથી એક મહિલા તેમની સાથે દેખાયા. અભિનંદનના ફોટામાં આ મહિલા દેખાઈ તો અમુક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલ કર્યા કે આ કોણ છે. વળી અમુકે તેમના પરિવાર ગણાવ્યા. વાસ્તવમાં આ મહિલા ડૉ.ફરિહા બુગતી છે.

કોણ છે ડૉ. ફરીહા બુગતી
ડૉ. ફરિહા બુગતી બોર્ડર પર સતત અભિનંદનની સાથે દેખાયા. વાસ્તવમાં ડૉ. ફરિહા બુગતી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં ભારત બાબતોના ડાયરેક્ટર છે. તેમની દેખરેખમાં કમાંડર અભિનંદનને લાવવામાં આવ્યા અને ભારતને સોંપવામાં આવ્યા. અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પાસે જમા રહ્યા.

લંબાતો ગયો મુક્તિનો સમય
વિંગ કમાંડરને શુક્રવારે સાંજે લગભગ 3 વાગ્યા સુધી આવવાનું હતુ. અભિનંદનને લઈને 5.30 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી હતી પરંતુ કોઈ કારણથી વિંગ કમાંડરને પાછા લાવવામાં સતત મોડુ થતુ રહ્યુ. જેમ જેમ અભિનંદનની મુક્તિનો સમય લંબાતો રહ્યો લોકોની અંદર બેચેની વધતી રહી હતી. પરંતુ છેવટે લગભગ 9.25 વાગે જ્યારે પાકિસ્તાનના મીડિયા તરફથી લાઈવ ફૂટેજ સામે આવ્યા કે વિંગ કમાંડર ભારત પાછા આવી રહ્યા છે ત્યારબાદ દરેકના ચહેરા પર ખુશી હતી.

પાક સેનાની પકડમાં આવ્યા હતા અભિનંદન
બુધવારે પાકિસ્તાનના ફાઈટર જેટ્સનો પીછો કરતા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું જેટ મિગ-21 ક્રેશ થઈ ગયુ અને પાકની સીમામાં જઈને પડ્યુ. પાક સેનાએ તેમને પકડી લીધા પરંતુ સેના તેમને પકડે તે પહેલા વિંગ કમાંડર અભિનંદને બહાદૂરી બતાવીને બધા જરૂરી દસ્તાવેજો નષ્ટ કરી દીધા. અભિનંદને અમુક દસ્તાવેજો ગળી ગયા જ્યારે અમુકને તળાવમાં ફેંકી નષ્ટ કરી દીધા. સ્થાનિક લોકોથી ઘેરાયેલા અભિનંદને લગભગ 15 મિનિટ સુધી હવામાં ફાયરિંગ કરી જેથી લોકો તેમની નજીક ન આવી શકે પરંતુ તેમણે કોઈ પણ સ્થાનિક નાગરિક પર ગોળી ન ચલાવી. પાકિસ્તાની સેનાએ જ્યારે તેમને પકડી લીધા ત્યારે પણ તેમણે બહાદૂરીનો પરિચય આપ્યો અને કોઈ પણ જાણકારી પાકિસ્તાની સેનાને આપવાનો ઈનકાર કરી દીધો. અભિનંદનને પાછા લાવવા માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી અને છેવટે તેમની મુક્તિનો રસ્તો ખુલી ગયો.
આ પણ વાંચોઃ ભારત આવ્યા વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર લાગ્યા 'ભારત માતા કી જય'ના નારા