For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ નાસિક કુંભ મેળા 2015 વિશે કેટલીક જરૂરી બાબતો

|
Google Oneindia Gujarati News

નાસિક, 14 જુલાઇ: આજથી નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાની શરૂઆત થઇ ગઇ છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે મંગળવાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ત્ર્યંબકેશ્વરમાં મેળાનું વિધિવત ઉદઘાટન કર્યું.

આવો જાણીએ આ પાવન પર્વ અંગે કેટલીક ખાસ વાતો જેને જાણવી આપના માટે ખૂબ જ જરૂરી છે...

1

1

આસ્થાના પાવન પર્વ નાસિક કુંભ મેળા ભારતમાં ચાર સ્થળો પર હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિકમાં લાગે છે. આ વખતે તે નાસિકમાં લાગેલ છે.

2

2

તેમાંથી પ્રત્યેક સ્થાન પર પ્રતિ બારમાં વર્ષ આ પર્વનું આયોજન થાય છે.

3

3

હરિદ્વાર અને પ્રયાગમાં બે કુંભ પર્વોની વચ્ચે છ વર્ષના અંતરાલમાં અર્ધકુંભ પણ હોય છે.

4

4

ખગોળ ગણનાઓ અનુસાર આ મેળો ત્યારે પ્રારંભ થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્રમા, વૃશ્ચિક રાશિમાં અને બુધ મેષ રાશિમાં પ્રવેશ કરે છે.

5

5

આ યોગને કુંભ સ્નાન યોગ કહેવામાં આવે છે. આ દિવસને વિશેષ માંગલિક માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૃથ્વીથી ઉચ્ચ લોકોના દ્વાર એ દિવસે ખુલે છે અને આ પ્રકારે આ દિવસે સ્નાન કરવાથી આત્માને ઉચ્ચ લોકોની પ્રાપ્તિ સહજતાથી થઇ જાય છે.

6

6

આજથી નાસિક કુંભની શરૂઆત થઇ છે જે અઢી મહિના સુધી ચાલશે. નાસિકમાં સ્થાનીય એકમોએ 315 એકરથી વધારે સ્થાન પર સાધુઓના રહેવા માટે સાધુ ગ્રામ તૈયાર કરાવ્યું છે.

7

7

આ સાધૂ ગ્રામમાં હજારો તંબૂઓ લગાવવામાં આવ્યા છે અને શૌચાલયો, 24 કલાક પીવાનું પાણી, એલપીજી સિલિંડરો અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે.

8

8

આ કુંભ મેળાનું પહેલું શાહી સ્નાન નાસિક-ત્ર્યંબકેશ્વરમાં 29 ઓગષ્ટના રોજ થશે.

9

9

ત્યારબાદ શાહી સ્નાન નાસિકમાં 13 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરના રોજ થશે જ્યારે ત્ર્યંબકેશ્વરમાં 13 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરના રજ થશે.

10

10

'પરવાની' દિવસોમાં શાહી સ્નાન થાય છે અને ત્યારે લગભગ 15, 000 પોલીસ કર્મીઓને ખડેપગે કરવામાં આવશે.

11

11

રાજ્ય સડક પરિવહન નિગમે આ અવસર પર 3000 વિશેષ બસ ઉપલબ્ધ કરાવી છે. જ્યારે રેલવે વિભાગે વિશેષ રેલવેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

English summary
Read all about Nasik Kumbh Mela 2015 in hindi, The Nashik-Trimbakeshwar Simhastha Kumbh Mela was inaugurated by Maharashtra Chief Minister Devendra Fadnavis in Nashik and Union Home Minister Rajnath Singh in Trimbakeshwar today, get latest update about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X