ABP CVoter Survey : યોગી આદિત્યનાથ, અખિલેશ અને માયાવતી, કોણ છે જનતાની પસંદગીના CM?
ABP CVoter Survey : ઉત્તર પ્રદેશમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી (BJP), સમાજવાદી પાર્ટી (SP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે છે. જો કે આમ આદમી પાર્ટી (AAP) પણ રેસમાં છે, પરંતુ તે હજૂ પણ તમામ મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે શાસક ભાજપે રાજ્યના વિકાસમાં શ્રેષ્ઠ કામ કરવાનો દાવો કર્યો છે, ત્યારે વિરોધ પક્ષો જેમ કે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે નબળા પ્રદર્શન અને સત્તા વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે.
એબીપી ન્યૂઝ દ્વારા સીવોટર સાથે મળીને ચૂંટણી પહેલા ABP CVoter Survey કર્યો છે કે, યોગી આદિત્યનાથ, અખિલેશ અને માયાવતી વચ્ચે ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ છે અને મુખ્યમંત્રી પદ માટે જનતાની પહેલી પસંદ કોણ છે.

યોગી, અખિલેશ કે માયાવતી જનતાની પહેલી પસંદ કોણ?
એબીપી ન્યૂઝે CVoter સાથે મળીને યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકાર વિશે લોકો શું વિચારે છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ સાથે આગામીમુખ્યમંત્રી બનવા માટે તેમના મનપસંદ ઉમેદવાર કોણ છે, તે અંગે વિવિધ સંબંધિત બાબતો પર અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો. ABP CVoterSurveyમાં 12,894 લોકોને શામેલ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનવા માટે તેમના પ્રિય ઉમેદવાર કોણ છે? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના ઉત્તરદાતાઓએ યોગી આદિત્યનાથનું નામ લીધું છે.
42.8 ટકા લોકોએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી માટે પ્રથમ પસંદ ગણાવ્યા છે. જો કે, 37.4 ટકા લોકોએ તેમની કામગીરીને નબળી ગણાવી છે. આ સાથે 21.1 ટકાલોકોએ તેમના કામે સરેરાશ ગણાવ્યું છે.

યોગી બાદ અખિલેશ અને માયાવતીનો નંબર
ABP CVoter Survey અનુસાર ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી માટે યોગી આદિત્યનાથ બાદ અખિલેશ યાદવ નંબર વન છે. 32.2 ટકા લોકોએ અખિલેશયાદવને મુખ્યમંત્રી બનવા માટે હા પાડી છે.
આ સાથે 15.4 ટકા લોકો માયાવતીને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. આવા સમયે 3.6 ટકા લોકો પ્રિયંકા ગાંધીને પસંદકરે છે.
જ્યારે 1.6 ટકા લોકો મુખ્યમંત્રી માટે આરએલડીના જયંત ચૌધરીને પસંદ કરે છે. આ સર્વેમાં 4.4 ટકાએ અન્ય ઉમેદવારને પસંદ કર્યા છે.

યોગી વિશે ઉત્તર પ્રદેશના લોકો શું વિચારે છે?
જ્યારે સર્વેના ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું કે, શું તેઓ મુખ્યમંત્રી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારથી નારાજ છે અને શું તેઓ તેને બદલવા માંગે છે? તો જુઓશું જવાબ મળ્યો.
- 48.3 ટકા લોકો સરકારથી નારાજ છે અને સરકાર બદલવા માંગે છે.
- 27.5 ટકા લોકો સરકારથી નારાજ છે, પરંતુ સરકાર બદલવા માંગતા નથી.
- 24.2 ટકા લોકો નારાજ નથી અને સરકાર બદલવા માંગતા નથી.
પ્રથમ વિકલ્પ, જેમાં લગભગ 50 ટકા ઉત્તરદાતાઓ સહમત છે, તે શાસક ભાજપ માટે ચિંતાજનક સંકેત હોય શકે છે.