• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Braking : મુંબઇ બ્લાસ્ટમાં અબુ સલેમને આજીવન કેદની સજા

By Chaitali
|

જૂન 1993માં મુંબઇ વિસ્ફોટ મામલે દોષી જાહેર કરાયેલા 6 લોકોમાંથી 5ને આજે વિશેષ કોર્ટ પોતાની સજા સંભળાવશે. આ દોષીઓમાંથી એક મુસ્તફા દૌસાની મોત થઇ ગઇ છે. અને સાથે જ આ સજા મેળવનાર દોષીમાં ગેંગસ્ટ અબૂ સલેમ પણ છે. જેને પોર્ટુગલની પ્રત્યાપર્ણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા આ વિનાશક બોમ્બ બ્લાસ્ટમાં કુલ 257 લોકો મર્યા હતા અને 713 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધનીય છે કે 22 ઓગસ્ટના રોજ કોર્ટે કહ્યું હતું કે 7 સપ્ટેમ્બરના રોજ આ વિરુદ્ધ દોષીઓને તેમની સજા સંભળાવવામાં આવશે. મુંબઇ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ટાડાની સ્પેશ્યલ કોર્ટે અબૂ સલેમ સમેત મુસ્તફા દૌસા, ફિરોજ ખાન, તાહિર મર્ચેન્ટ, કરીમુલ્લા શેખ અને રિયાઝ સિદ્દીકીને દોષી જાહેર કર્યા હતા. જ્યારે અબ્દુલ કય્યૂમને તમામ આરોપોમાંથી મુક્ત કરી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. વધુમાં 2006માં પણ આ કેસના 123 દોષીઓમાંથી 100 લોકોને સજા સંભળાવીને 23 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી યાકૂબ મેમનને પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. અને વર્ષ 2015ની જુલાઇ મહિનામાં તેને ફાંસી પણ આપી હતી.

English summary
abu salem 4 others to be sentenced 1993 blasts case today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X