For Quick Alerts
For Daily Alerts
નકલી પાસપોર્ટ કેસમાં અબૂ સલેમને 7 વર્ષની સજા
હૈદરાબાદ, 28 નવેમ્બર: હૈદરાબાદની ખાસ સીબીઆઇ કોર્ટે ગુરુવારે અંડરવર્લ્ડ ડોન અબુ સલેમને નકલી પાસપોર્ટ મામલામાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની સીબીઆઇ કોર્ટે દોષી ઠેરવ્યો હતો. સલેમ પર કરનૂલથી નકલી નામ અને સરનામા પર પાસપોર્ટ લેવાનો આરોપ હતો.
આ પહેલા 18 નવેમ્બરના રોજ નકલી પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમને કોર્ટે દોષી ઠેરવ્યો હતો. સીબીઆઇની કોર્ટે સલેમને દોષી ઠેરવી સજાને 28 નવેમ્બર એટલે કે આજ સુધી સુરક્ષીત રાખ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અબૂ સલેમ, તેની પત્ની સમીરા અને પૂર્વ પ્રેમિકા મોનિકા બેદી પર નકલી નામથી પાસપોર્ટ બનાવવાનો આરોપ હતો. બેદીને આ મામલામાં પહેલાથી મૂક્ત કરી દેવામાં આવી હતી.