For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DUમાં બબાલ, ABVP અને NSUI કાર્યકરો બાખડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જૂન: દિલ્હી યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ ગઇ હતી. આજતકના ટીવીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આ દરમિયાન ABVP અને NSUIના વિદ્યાર્થીઓ અંદરો અંદર બાખડી પડ્યા. આમાં એક શિક્ષકને પણ ગંભીર ઇજા થવા પામી છે.

આ બબાલનું કારણ દિલ્હી યુનિવર્સિટીનો ચાર વર્ષનો ડિગ્રી કોર્ષ છે. એનએસયૂઆઇના વિદ્યાર્થી 4 વર્ષના ડિગ્રી કોર્ષનું સમર્થન કરી રહ્યા છે જ્યારે એબીવીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આનો વિરોધ કરી રહ્યા છે.

abvp
બીજી બાજું આ વિવાદની અસર વિદ્યાર્થીઓ પર પણ દેખાઇ રહી છે. ડીયૂએ પ્રવેશની પહેલી લિસ્ટ રોકી દીધી છે. આ લિસ્ટ કાલે આવવાની હતી, પરંતુ વિવાદના કારણે તે કાલે આવશે નહીં. 36 કોલેજોના પ્રિંસિપાલે બેઠક કરીને આ નિર્ણય લીધો. આ નિર્ણયના પગલે એડમિશનમાં મોડૂ થવું વ્યાજબી છે.

અત્રે નોંધનીય છે કે ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએટ કોર્ષે દિલ્હી યુનિર્સિટીમાં બબાલ ઊભી કરી દીધી છે. કેટલાંક લોકો તેના સમર્થનમાં છે તો કેટલાંક લોકો તેના વિરોધમાં છે. ભાજપના વિદ્યાર્થી સંગઠને એ માનીને ઉજવણી પણ શરૂ કરી દીધી છે કે યૂજીસીની દખલ બાદ 4 વર્ષનો કોર્ષ ખતમ. જોકે આજે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમનું મત્રાલય આમાં કોઇ દખલઅંદાજી કરશે નહીં, તેમજ યુજીસી સર્વોપરી છે અને તેની વાત તમામ યુનિવર્સિટીઓએ માન્ય રાખવી જોઇએ.

English summary
ABVP and NSUI supporters fight with each other in DU campus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X