Delhi Election Results 2020: અલ્કા લાંબાએ જણાવ્યું પોતાની હારનું કારણ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી ટ્રેન્ડમાં 59 જેટલી સીટ પર લીડ બનાવી છે, જ્યારે બાજપના ખાતામાં 11 સીટ જતી દેખાઈ રહી છે, પાછલી ચૂંટણીમાં ખાતું પણ ન ખોલી શકેલી કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ જૈસે થે તૈસેની સ્થિતિમાં છે. આ બધાની વચ્ચે ચૂંટણીની ઠીક પહેલા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલ અલ્કા લાંબાએ હાર સ્વીકારી લીધી છે, જણાવી દઈએ કે અલ્કા લાંબાને ચાંદની ચૌક સીટ પર 2000થી પણ વધુ વોટ નથી મળ્યા.

હું પરિણામ સ્વીકારું છું, પણ હાર નહિ
અલ્કા લાંબાએ ટ્વીટ કરીને લખ્યું કે હું પરિણામ સ્વીકારું છું, પરંતુ હાર નહિ. હિન્દુ-મૂસ્લિમ વોટોનું સંપૂર્ણ રીતે ધ્રુવીકરણ કરવામાં આવ્યું. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીને હવે નવા ચહેરા સાથે નવી લડાઈ અને દિલ્હીની જનતા માટે એક લાંબા સંઘર્ષ માટે તૈયાર થવું પડશે, અલ્કા લાંબાએ આગળ લખ્યું કે 'લડેંગે તો કલ જીતેંગે ભી.'

અમે હાર સ્વીકારીએ છીએ, અમને જનાદેશ નથી મળ્યો
જ્યારે બીજી તરફ કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 'અમે હાર સ્વીકારીએ છીએ, અમને જનાદેશ નથી મળ્યો, પરંતુ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં નિરાશા નથી, નવનિર્માણનો સંકલ્પ છે. દિલ્હી માટે અમે કામ કરતા રહીશું.'
|
અપેક્ષા છે કે સીએમ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી વિકાસ કરશે
જ્યારે બીજી તરફ ઈસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે, અમે પરિણામ સ્વીકારીએ છીએ અને અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની જનતાને શુભેચ્છા પાઠવીએ છીએ. અમે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું, લાગે છે કે અમે દિલ્હીની જનતાને સમજી ના શક્યા. મને ઉમ્મીદ છે કે સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી વિકાસ કરશે.
Delhi Election Results 2020: 10 સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર