ડી-એસ્કેલેશન વાતચીત દરમિયાન કર્નલ પર ચીની સૈનિકોએ કર્યો હુમલોઃ સૂત્ર
ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ હવે મોટુ સ્વરૂપ લઈ ચૂક્યુ છે. ભારતના 20 જવાન આ વિવાદમાં વીરગતિ પામ્યા છે. આ દરમિયાન એ માહિતી સામે આવી છે કે 6 જૂને ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર વચ્ચે મુલાકાત બાદ માનવામાં આવી રહ્યુ હતુ કે ચીનની સેના પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીથી પાછળ હટશે. એક તરફ જ્યાં બંનેદેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીત ચાલી રહી હતી અને તેની કોશિશ કરવામાં આવી રહી હતી ત્યાં બીજી તરફ બંને દેશોના સૈનિકો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ ગઈ. આ અથડામણમાં એક કર્નલ અને બે જવાન વીરગતિ પામ્યા.

1975 બાદ પહેલી વાર હિંસક અથડામણ
1975 બાદ આ પહેલી વાર છે કે ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં જવાનોના જીવ ચાલ્યા ગયા છે. સૂત્રો અનુસાર 6 જૂને બંને સેનાઓ વચ્ચે જે વાતચીત થઈ તેમાં 16 બિહાર રેજીમેન્ટના કર્નલ સંતોષ પણ શામેલ હતા અને તેમણે વાતચીતની શરૂઆત કરી હતી. વાતચીત દરમિયાન ચીન તરફથી ચર્ચા ઉગ્ર થઈ ગઈ અને ચીનના સૈનિકોએ ભારતના સૈનિકો પર પત્થર, દંડા પર લાગેલી લોખંડની ખીલીથી હુમલો કરી દીધો. સૂત્રોએ જણાવ્યુ કે આ હુમલો જાનલેવા હતો અને તે પૂરી તૈયારી સાથે સમજી વિચારીને કરવામાં આવ્યો હતો જેથી કર્નલનો જીવ જતો રહ્યો.

વાતચીત દરમિયાન કર્યો હુમલો
બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ દરમિયાન મોટી સંખ્યામાં ચીની સૈનિકોએ 16 બિહારના કમાન્ડિંગ અધિકારી અને જવાનો પર મોટી સંખ્યામાં ચીની સૈનિકોએ હુમલો કરી દીધો. આ અથડામણ લગભગ ત્રણ કલાક સુધી ચાલી. સૂત્રોનુ કહેવુ છે કે ભારતે પણ આનો જવાબ આપ્યો અને ચીનના સાનિકોને પણ નુકશાન પહોંચાડ્યુ. ચીન તરફથી 5 જવાનો મરવાની વાત કહેવામાં આવી છે પરંતુ સંભવ છે કે આ સંખ્યા આનાથી વધુ છે. આ સંખ્યા વધી શકે છે કારણકે ઘણા સૈનિકો ગાયબ છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ છે.

યુએને શાંતિની અપીલ કરી
આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એસોસિએટ પ્રવકતા એરી કાનેકોએ દાનિક પ્રેસ બ્રીફિંગમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યુ, અમે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)પર હિંસા અને મોતોના રિપોર્ટોથી ચિંતિત છે અને બંને પક્ષોને મહત્તમ સંયમ જાળવવા આગ્રહ કરીએ છે. અમે એ રિપોર્ટોને સકારાત્મક માનીએ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે બંને દેશો સ્થિતિને ઘટાડી રહ્યા છે.

20 જવાન શહીદ
તમને જણાવી દઈએ કે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક હુમલામાં ભારતીય સેનાના જવાનોની શહીદીથી આખો દેશ ગુસ્સામાં છે. ભારતીય સૂત્રો મુજબ ચીનના પણ 43 જવાન માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. શરૂઆતમાં ભારતીય સેનાએ કહ્યુ કે એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા બાદમાં ભારતીય સેનાએ નિવેદનમાં જણાવ્યુ કે 15-16 જૂનની રાતે ભારત-ચીનની અથડામણ થઈ હતી, લાઈન ઑપ ડ્યુટી પર 17 ભારતીય ટુકડીઓ ઘાયલ થઈ છે. વળી, ઉપ-શૂન્ય તાપમાનમાં આપણા જવાન દેશની સુરક્ષા માટે વીરગતિ પામ્યા છે જેમની સંખ્યા 20 છે. ભારતીય સેના રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાની રક્ષા માટે દ્રઢતા માટે પ્રતિબદ્ધ છે.
Indo-China Stand-off Live: અમે સખ્ત માંગણી કરીએ છીએ કે ભારત સમજૂતીનું પાલન કરે