For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટડીઃ વિમાનસેવા શરૂ થતાં જ ઝડપથી ફેલાશે કોરોના, હાઈ રિસ્ક ઝોનમાં ભારતના એરપોર્ટ

જલ્દી વિમાન સેવાઓ પણ શરૂ કરી દેવામાં આવશે. આ દરમિયાન એક અધ્યયનમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે અમુક ટ્રેનોના સંચાલનની અનુમિત આપી દીધી હતી. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલ્દી વિમાન સેવાઓ પણ શરૂ કરી દેવામાં આવશે. આ દરમિયાન એક અધ્યયનમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ વિમાન સેવા શરૂ થતા જ કોરોના પણ ઝડપથી ફેલાશે. આ સાથે જ દેશના 15 એરપોર્ટ હાઈ રિસ્ક એરિયાની લિસ્ટમાં શામેલ છે. આ અભ્યાસ દુનિયાભરના 1364 એરપોર્ટ વિશે કરવામાં આવ્યો છે.

હવાઈ યાત્રીઓના આંકડાઓના આધારે અધ્યયન

હવાઈ યાત્રીઓના આંકડાઓના આધારે અધ્યયન

કોરોના વિશે તેલ અવીવ વિશ્વવિદ્યાલયના આરોગ્ય અને પર્યાવરણ વિશેષજ્ઞોએ મળીને એક અભ્યાસ કર્યો છે. આમાં ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના મેથેમેટિકલ ઈન્સ્ટીટ્યુટના વિશેષજ્ઞ પણ શામેલ હતા. આ અભ્યાસમાં ઓક્ટોબર સુધી વૈશ્વિક હવાઈ યાત્રીઓના આંકડા અને જનસંખ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ જો વિમાન સેવાઓનુ સંચાલન શરૂ થયુ તો કોરોનાનો પ્રસાર ઝડપથી થશે. ભારતની જનસંખ્યા ઘનત્વ આ જોખમ તરફ વધે છે. અભ્યાસ મુજબ વિમાન સેવા શરૂ થયા બાદ દિલ્લીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર રિસ્ત રેટ 0.5 છે. વળી, મુંબઈ એરપોર્ટ પર રિસ્ક .45, બેંગલુરુમાં .27, ચેન્નઈમાં .22, હૈદરાબાદમાં .19 અને અમદાવાદમાં .10 છે.

બેઈજિંગ એરપોર્ટ પર સૌથી વધુ રિસ્ક

બેઈજિંગ એરપોર્ટ પર સૌથી વધુ રિસ્ક

વળી, આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાત કરીએ તો બેઈજિંગમાં રિસ્ક 0.74, હોંગકોંગમાં .63 અને સિંગાપોરમાં .53 છે. રિપોર્ટ મુજબ દુનિયાના 20 જોખમવાળા એરપોર્ટમાંથી 15 ભારતમાં સ્થિત છે. શોધકર્તાઓ મુજબ અભ્યાસ દુનિયાભરના એરપોર્ટ પર કરવામાં આવ્યુ છે પરંતુ આમાં ભારત અને આફ્રિકાનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. મોટાભાગના કેસોાં કોરોનાના લક્ષણ ઘણા દિવસ બાદ દેખાય છે. એવામાં જ્યાં સુધી તપાસની કોઈ ઠોસ વિધિ ન આવી જાય ત્યાં સુધી સરકારોએ સાવચેતી રાખવી જોઈએ.

એરપોર્ટ પર સ્ક્રીનિંગ રહી નિષ્ફળ

એરપોર્ટ પર સ્ક્રીનિંગ રહી નિષ્ફળ

તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના અંતમાં કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં મળી આવ્યો હતો. ત્યારબાદ વિમાનો દ્વારા લોકો બીજા દેશોમાં ગયા અને તે વાયરસ ફેલાતો ગયો જેના કારણે આજે દુનિયાભરમાં 45 લાખથીવધુ લોકો આનાથી સંક્રમિત છે. વળી, ત્રણ લાખ લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બધા દેશોમાં પોતાના એરપોર્ટ પર સ્ક્રીનિંગની વ્યવસ્થા તો કરી પરંતુ તે નિષ્ફળ રહી. તમામ સાવચેતીઓ વર્ત્યા બાદ પણ ભારતમાં 85 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

સોમવારથી શરૂ થતાં લૉકડાઉન 4 માટે શું ઈચ્છે છે રાજ્યો, અહીં 10 પોઈન્ટમાં જાણોસોમવારથી શરૂ થતાં લૉકડાઉન 4 માટે શું ઈચ્છે છે રાજ્યો, અહીં 10 પોઈન્ટમાં જાણો

English summary
according to study 15 Airports in India in Corona High Risk Zone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X