આચાર્ય પરમહંસને નજરકેદ કરાયા, આજે જળ સમાધિ લેવાની જાહેરાત કરી છે!
અયોધ્યા, 2 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના અયોધ્યાની તપસ્વી છાવણીના જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે તાજેતરમાં કેન્દ્ર સરકારને ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ભારતને 2 ઓક્ટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં નહીં આવે તો તે અયોધ્યાની સરયુ નદીમાં જળ સમાધિ લેશે. જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજની જલ સમાધિની જાહેરાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસે તેમને નજરકેદમાં રાખ્યા છે.
આજે સવારે પરમહંસ આચાર્ય મહારાજના ઘરની બહાર મોટી સંખ્યામાં દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમને ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી અને કોઈને પણ તેમના ઘરે જવાની મંજૂરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે સવારથી જ નજરકેદમાં છે.
પરમહંસ આચાર્ય મહારાજે 29 મી સપ્ટેમ્બરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરું છું કે 2 ઓક્ટોબર સુધીમાં ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' જાહેર કરવામાં આવે, નહીં તો હું 2 ઓક્ટોબરના રોજ સરયુ નદીમાં જળ સમાધિ લઈશ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની નાગરિકતા રદ કરવી જોઈએ. પરમહંસ સતત ખ્રિસ્તી અને મુસ્લિમોની નાગરિકતા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પરમહંસ આચાર્યએ 16 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા. તે સમયે, ગૃહમંત્રી અમિત શાહે તેમને ખાતરી આપી હતી, જે બાદ તેમણે પોતાના ઉપવાસ તોડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત પરમહંસ આચાર્ય મહારાજ અનેક વખત પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુક્યા છે. અગાઉ પણ તે આવા વિવાદોને જન્મ આપી ચુક્યા છે.