• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુપીઃ જાહેરમાં ચાર સગી બહેનો પર એસિડ ફેકાંયુ

|

લખનઉ, 3 એપ્રિલઃ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોટરસાઇકલ સવાર અજાણ્યા યુવકો દ્વારા ચાર સગી બહેનો પર પિચકારથી એસિડ ફેંકવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ આ મામલે કોઇ ધરપકડ કરવામાં આવી નથી. જિલ્લાના કાંદલા પોલીસ મથક ક્ષેત્રમાં મંગળવારે સાંજે, વ્યવસાયે શિક્ષિકા ચાર સગી બહેનો બોર્ડની પરીક્ષાની ફરજ બજાવીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં મોટરસાઇકલ સવાર બે યુવકો તેમના પર એસિડ ફેંકીને ભાગી ગયા હતા.

કાંદલા પોલીસ મથક પ્રભારી પંકજ વર્માએ જણાવ્યું કે એસિડ હુમલામાં એક યુવતી ગંભીર રીતે દાઝી ગઇ છે, જેને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે તેની અન્ય ત્રણ બહેનો સામાન્ય રીતે દાઝતાં તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

વર્માએ કહ્યું કે પીડિત યુવતીઓએ જણાવ્યું કે તેમના એસિડ ફેંકનાર મોટરસાઇકલ સવાર કોણ હતા, તેને તે ઓળખી શકી નથી, કારણ કે તેમણે હેલમેટ પહેરેલી હતી. તેમણે કહ્યું કે, મોટરસાઇકલની પાછળ બેસેલા શખ્સે પિચકારીથી તેના પર એસિડ ફેંક્યું. વર્માએ કહ્યું કે આખલા મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમ રચીને હુમલાખોરોની શોધખોળ આદરવામાં આવી છે.

English summary
Four sisters were seriously injured when two unidentified men on a motorcycle threw acid on them in Uttar Pradesh's Shamli district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X