For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સ્થાનિક ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારની જીતના જશ્નમાં થયો એસિડ અટેક

ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસીઓ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. દરમિયાન જશ્ન મનાવી રહેલા લોકો પર એસિડ અટેક થયો

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે જ્યારે ભાજપ બીજા સ્થાન પર રહ્યો છે. ત્યારે ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસીઓ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. દરમિયાન જશ્ન મનાવી રહેલા લોકો પર એસિડ અટેક થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈયાતુલ્લાહ ખાનની જીત થઈ છે.

acid attack

જણાવવામાં આવી રહ્યું છે કે તુમકુરમાં એ સમયે પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલો થયો જ્યારે તેઓ જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ત્યારે એસિડ અટેકમાં ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જો કે હુમલો કરવા પાછળ કોનો હાથ છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

જણાવી દઈએ કે કર્ણાટકની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી આગળ છે અને ભાજપ બીજા નંબર પર છે. કર્ણાટકમાં 2664 વોર્ડ માટે 31 ઓગસ્ટે ચૂંટણી થઈ હતી જેમાં અત્યાર સુધીમાં 2267 સીટનું પરિણામ સામે આવી ચૂક્યું છે. અત્યાર સુધીના પરિણામ મુજબ કોંગ્રેસ 846 સીટ જીતીને સૌથી આગળ ચાલી રહી છે. 788 સીટ સાથે ભાજપ બીજા નંબર પર છે. ત્યારે કોંગ્રેસની સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલ જેડીએસે 307 સીટ પર જીત મેળવી છે. આ પણ વાંચો- આ ત્રણ રાજ્યોમાં ભાજપને ધૂળ ચટાડી શકે કોંગ્રેસઃ રિપોર્ટ

English summary
Karnataka Local Body Elections: an acid attack on the victory procession of winning Congress candidate Inayatullah Khan,several injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X