For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ચૂંટણી રેલીમાં કોંગ્રેસી નેતા સાથે થઈ છેડતી, એક્ટ્રેસે માર્યો તમાચો

Video: ચૂંટણી રેલીમાં કોંગ્રેસી નેતા સાથે થઈ છેડતી, એક્ટ્રેસે માર્યો તમાચો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કોંગ્રેસી નેતા અને અભિનેત્રી ખુશ્બૂ સુંદરે બેંગ્લોરમાં પોતાના એક ચૂંટણી કેમ્પેઈન દરમિયાન એક યુવકને જોરદાર તમાચો ઝીંકી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકે કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેને પગલે તેને તમાચો ઝીંકી દીધો. સમગ્ર ઘટના એ સમયે બની જ્યારે ખુશ્બૂ બેંગ્લોર સેન્ટ્રલથી કોંગ્રેસ ઉમેદવાર રિઝવાન અરશદ માટે ઈન્દિરાનગરમાં પ્રચાર કરી રહી હતી. હવે આ ઘટનાનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

યુવકે અભિનેત્રી સાથે બે વાર કરી છેડતી

યુવકે અભિનેત્રી સાથે બે વાર કરી છેડતી

વીડિયોમાં જોઈ શકાય છે કે ખુશ્બૂ શાંતિનગરના એમએલએ એનએ હૈરિસ અને રિઝવાન અરશદ સાથે ભીડની વચ્ચે રસ્તો બનાવતા પોતાની કાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તે પલટે છે અને ભીડમાં ઉભેલ એક શખ્સને તમાચો ઝીંકી દે છે. જેવી જ આ ઘટના બને છે કે ભીડે યુવકને પકજી લીધો અને તેને પોલીસને હવાલે કરી દીધો. ખુશ્બૂએ જણાવ્યું કે તેણે પહેલીવાર મને ખોટી રીતે અડી ત્યારે હું ફરી પણ કંઈ બોલ્યા વિના જ ચાલવા લાગી. પરંતુ જ્યારે તેણે બીજી વખત ફરી આવી ભૂલ કરી તો મેં તેને તમાચો ઝીંકી દીધો.

યુવકને ચેતવણી આપી પોલીસે છોડી મૂક્યો

ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા રિઝવાને કહ્યું કે ખુશ્બૂ સાથે અભદ્રતા કરનાર શખ્સને પોલીસે તુરંત પાછળ ધકેલી દીધો અને તેને તેને પોતાની સાથે લઈ ગઈ. આવી ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને નથી ખબર કે તે શખ્સ કોણ છે પરંતુ પોલીસને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા મેં કહ્યું છે. જો કે ઈન્દિરાનગર પોલીસે જણાવ્યું કે આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. યુવકને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યો છે.

ખુશ્બ કોંગ્રેસની 40 સ્ટાર પ્રચારકોમાંથી એક છે

ખુશ્બ કોંગ્રેસની 40 સ્ટાર પ્રચારકોમાંથી એક છે

ખુશ્બૂ સુંદર એક લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેત્રી, નિર્માતા અને ટેલીવિઝન પ્રસ્તુતકર્તા છે. તેમણે 200થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે કર્ણાટકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની 40 સ્ટાર પ્રચારકોમાંથી એક છે. ખુશ્બૂએ પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત 2010માં દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સાથેથી કરી હતી. પરંતુ 2014માં તેમણે પાર્ટી છોડી કોંગ્રેસ જોઈન કર્યું હતું.

આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

English summary
actor and Congress leader Kushboo slaps youth during roadshow in Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X