Tractor Rally Row: ખેડૂત નેતાઓનો આરોપ-બબાલ પાછળ દીપ સિદ્ધુનો હાથ, તેણે જ લોકોને ભડકાવ્યા
Tractor Rally: Deep Sidhu & government agencies behind Row Said Gurnam Chaduni: ગણતંત્ર દિવસના પવિત્ર પર્વ પર જે રીતે દિલ્લીમાં ટ્રેક્ટર રેલીના નામે હિંસક પ્રદર્શન થયા છે તે ખૂબ જ શરમજનક છે. ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર શાંતિપૂર્ણ ટ્રેક્ટર પરેડનુ વચન આપ્યુ હતુ પરંતુ બધા વચનો ખોટા સાબિત થયા. પ્રદર્શનકારીઓએ કાલે જે રીતે વ્યવહાર દિલ્લી પોલિસ અને દિલ્લી સાથે કર્યો તેની જેટલી નિંદા કરી શકાય એટલી ઓછી છે. વળી, આ દરમિયાન ખેડૂત નેતાઓએ લાલ કિલ્લા પર બબાલ માટે પંજાબી એક્ટર દીપ સિદ્ધુને જવાબદાર ગણાવ્યો છે.
હરિયાણાના ખેડૂત નેતા અને ભારતીય ખેડૂત યુનિયનના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢનીએ એક વીડિયો જાહેર કરીને કહ્યુ કે ખેડૂતોને હિંસા સાથે કોઈ લેવા-દેવા નથી. અમારો ઈરાદો શાંતિથી માત્ર વિરોધ પ્રદર્શન કરવાનો હતો પરંતુ જે કંઈ પણ કાલે થયુ તે દીપ સિદ્ધુએ કર્યુ છે કે જે અતિ નિંદનીય છે. લાલ કિલ્લા જવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો. તે બાગી થઈને ત્યાં ગયો અને લોકો પણ તેની ઉશ્કેરણીમાં આવી ગયા, એ લોકો પણ સમજી ન શક્યા કે તે શું કરવા માંગે છે.
દિપ સિદ્ધુ ભાજપ સાંસદ સની દેઓલનો એજન્ટ રહી ચૂક્યો છે
ચઢનીનો આ વીડિયો સામે આવ્યા બાદ ભડકેલી કોંગ્રેસે કહ્યુ કે એવુ લાગે છે કે જે કંઈ પણ કાલે થયુ તે એક સમજી-વિચારીને કરેલુ ષડયંત્ર હતુ. દીપ સિદ્ધુ, ભાજપ સાંસદ સની દેઓલનો એજન્ટ રહી ચૂક્યા છે. પહેલા પણ તેની સામે ઘણી વાતો સામે આવી હતી પરંતુ તેની સામે કોઈ એક્શન લેવામાં ન આવી. જેનાથી એવુ લાગે છે કે તેને કોઈ બચાવી રહ્યુ છે. કોંગ્રેસના લોકસભા સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ પણ દાવો કર્યો કે તે દીપ સિદ્ધુ જ છે જેણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો છે તે SFJનો સભ્ય છે. જો કે બબાલ વધ્યા બાદ દીપ સિદ્ધુએ ફેસબુક લાઈવ કરીને દાવો કર્યો કે અમે લાલ કિલ્લા પર માત્ર નિશાન સાહિબ જ ફરકાવ્યુ અને વિરોધ કરવો તો અમારો લોકતાંત્રિક અધિકાર છે.
અભિનેતા દીપ સિદ્ધુ સાથે મારે કોઈ લેવા-દેવા નથીઃ દેઓલ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સની દેઓલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે અભિનેતા દીપ સિદ્ધુ કે જે ચૂંટણી સમયે મારી સાથે હતા તે હવે મારી સાથે નથી. મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી માટે તે જે કંઈ પણ કરી રહ્યા છે, તે પોતાના મનથી કરી રહ્યા છે. મારે તેમની ગતિવિધિ સાથે કોઈ લેવા-દેવા નથી. સાથે જ સનીએ એ પણ લખ્યુ કે મને ખબર છે કે ઘણા લોકો ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીતમાં અડચણો નાખી રહ્યા છે. તે ખેડૂતો વિશે બિલકુલ વિચારતા નથી. જો કે આ બધુ કરવા પાછળ તેમનો કોઈ અંગત સ્વાર્થ જરૂર હોઈ શકે છે. હાલમાં હું વિશ્વાસ સાથે કહી શકુ કે જલ્દી બધી ઠીક થઈ જશે.
NIAએ કરી હતી દીપ સિદ્ધુ સાથે પૂછપરછ
ઉલ્લેખનીય છે કે અભિનેતા દીપ સિદ્ધુ ખેડૂત આંદોલન સાથે જોડાયા છે અને પ્રદર્શનકારી ખેડૂતોનુ સમર્થન કરી રહ્યા છે. હાલમાં જ NIAએ તેમની અને સિખ ફૉર જસ્ટીસ નામના અલગાવવાદી સંગઠન સામે દાખલ એક કેસ વિશે પૂછપરછ કરી હતી. દીપ સિદ્ધુ આ પહેલા પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે.
કર્ણાટકના મંત્રીએ ખેડૂતોને કહ્યા આતંકવાદી, ભડકી કોંગ્રેસ