For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડ અભિનેતા કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને પોતાની કોમેડીથી લોકોને હસાવનાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને પોતાની કોમેડીથી લોકોને હસાવનાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે. કાદર ખાન લાંબા સમયથી બીમાર હતા અને કેનેડાની હોસ્પિટલમાં છેલ્લા 16-17 દિવસથી તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. કાદર ખાનના દીકરા સરફરાઝે તેમના નિધનની પુષ્ટિ કરી છે. નવા વર્ષે આવેલી આ દુઃખદ ખબરને કારણે બોલિવૂડ સહીત તેમના ફેન્સ પણ શોકમાં ડૂબી ગયા છે. મળતી જાણકારી અનુસાર તેમનું નિધન કેનેડાના સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયું.

થોડા દિવસ પહેલા મૌતની અફવાહ ઉડી હતી

થોડા દિવસ પહેલા મૌતની અફવાહ ઉડી હતી

આપણે જણાવી દઈએ કે હિન્દી સિનેમાના દમદાર અભિનેતા કાદર ખાનને છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારપછી તેમને કેનેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનો અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ કેટલાક શરારતી તત્વોએ સોશ્યિલ મીડિયા પર તેમના નિધનની ખોટી ખબર ફેલાવીને લોકોને દુઃખી કર્યા હતા. ત્યારે તેમના દીકરાએ તે ખબરોનું ખંડન કરીને તેને અફવાહ ગણાવી હતી.

નિધનની ખબરથી બોલિવૂડ આઘાતમાં

નિધનની ખબરથી બોલિવૂડ આઘાતમાં

11 ડિસેમ્બર 1937 દરમિયાન જન્મેલા કાદર ખાને કોમેડિયન, વિલેન જેવી અલગ અલગ ભૂમિકા નિભાવીને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી. કદાર ખાનની હાલત જોતા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. થોડા દિવસ પહેલા જ કાદર ખાનની બગડતી તબિયત પર ચિંતા વ્યકત કરતા બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને રવીના ટંડને ઇમોશનલ પોસ્ટ શેર કરીને તેમની સલામતી માટે પ્રાર્થના કરી કરી.

દરેક ભૂમિકામાં શાનદાર

દરેક ભૂમિકામાં શાનદાર

કાદર ખાને 1973 દરમિયાન આવેલી ફિલ્મ "દાગ" ઘ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં તેમને એક વકીલની ભૂમિકા નિભાવી હતી. એક્ટિંગ સાથે સાથે ડાયલોગ અને સ્ક્રીપટ રાઇટિંગ ઘ્વારા તેમને લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. કાદર ખાન લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

English summary
Actor Kader Khan is No More, Passes Away In Canada Hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X