• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇંટરનેટ પર વાઇરલ થયો મીરાનો સેક્સ વીડિયો, કોર્ટે જારી કર્યું વોરંટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પાકિસ્તાન મૂળની જાણીતી અભિનેત્રી મીરાની ધરપકડ થાય તેવી શક્યતા છે. લાહોરની સેશન કોર્ટે મીરા અને તેમના કથિ પતિ કેપ્ટન નાવેદ વિરુધ્ધ વોરંટ જારી કર્યું છે. કોર્ટે બંનેને હાજર થવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન્હોતા. જેના પગલે વોરંટ જારી કરતા આગામી 2 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા છે. મીરા અને નાવેદ પર આરોપ છે કે તેમણે અશ્લીલ વીડિયો બનાવીને પાકિસ્તાનની છબી ખરાબ કરી છે. રિપોર્ટ અનુસાર કોર્ટેમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વીડિયો દ્વારા મીરાએ ઇસ્લામિક મૂલ્યોનું અપમાન કર્યું છે.

અરજીકર્તા મોહમ્મદ સાબિરે 29 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં મીરાને હાજર થવા અને વીડિયો સ્કેન્ડલના સંબંધમાં પૂછપરછની માંગ કરવામાં આવી હતી. સાબિરે જણાવ્યું હતું કે તેણે 20 જાન્યુઆરીના રોજ વીડિયો જોયો. સાબિરે માંગ કરી હતી કે કોર્ટ મોજાંગના એસએચઓને મીરા અને નાવેદની વિરુધ્ધ કેસ ફાઇલ કરવાનો આદેશ આપે. આની પર અધીક જિલ્લા એવં સત્ર ન્યાયાધીશે 18 માર્ચના રોજ મોજાંગના એસએચઓને કારણ બચાઓ નોટિસ જારી કરી. કોર્ટે મોજાંગના એસએચઓથી પ્રતિક્રિયા માંગી હતી પરંતુ તેમણે પોતાની કોઇ પ્રતિક્રિયા આપી નહીં અને નહીં અન્ય અધિકારીને મોકલ્યા.

વીડિયો અંગે આપને જણાવી દઇએ કે તેમાં મીરા પોતાના પુરુષ મિત્ર નાવેદ શહજાદની સાથે સેક્સ કરતી દેખાય છે. વીડિયોના ફુટેજ જોઇને લાગે છે કે આ એમએમએસ બંનેએ જાતે બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સેક્સ ટેપનું હોવું સૌથી મોટો ગુનો માનવામાં આવે છે. આ એમએમએસના લીક થવાની સાથે જ મીરાએ વીણા મલિક અને અન્ય પાકિસ્તાની અભિનેત્રીઓને વિવાદોમાં ખૂબ જ પાછળ રાખી દીધી છે. ઉલ્લેખનીય છે કે મહેશ ભટ્ટની ફિલ્મ 'નજર'થી પોતાની ફિલ્મી કરીયરની શરૂઆત કરનારી મીરા ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે તથા પાકિસ્તાનના એક રિયાલિટી શો 'કોન બનેગા મીરા પતિ'માં પણ ભાગ લઇ ચૂકી છે.
English summary
A Pakistani court issued arrest warrants against film actress Meera and her husband, and directed the police to produce them in court on April 2 in connection with their alleged sex video, which has leaked online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X