• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાહેરમાં અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ અભિનેત્રી પૂનમ પાંડેની ધરપકડ

|
Google Oneindia Gujarati News

વારંવાર વિવાદમાં રહેતી એક અભિનેત્રી પૂનમ પાંડેની ગોવામાં પોલીસે ધરપકડ કરી છે. ગોવા પોલીસે ગુરુવારે પૂનમ પાંડેની ધરપકડ કરી હતી. પૂનમ પાંડે પર જાહેર સ્થળે અશ્લીલ વીડિયો શુટ કરાવવાનો આરોપ હતો અને તેની વિરુદ્ધ ગોવા ફોરવર્ડની મહિલા વિંગ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એફઆઈઆર નોંધાયા બાદ આજે તેની ગોવા પોલીસે ધરપકડ કરી છે.

બુધવારે ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગ્સે અભિનેત્રી પૂનમ પાંડે સામે ફરિયાદ નોંધાવી હતી. પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે ગોવાના ચમોલી ડેમમાં અશ્લીલ વીડિયો શૂટ કરી રહી છે. આ ઉપરાંત પૂનમ પાંડેના અશ્લીલ વીડિયોના શૂટિંગ અંગે અજાણ્યા શખ્સે કેનાકોના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ, પૂનમની પૂછપરછ કર્યા બાદ પોલીસે જાહેર સ્થળે અભદ્ર કૃત્યના આરોપસર પૂનમની ધરપકડ કરી હતી.

જો કે, આ નવો કેસ નથી જ્યારે પૂનમ પાંડે વિવાદોમાં રહે છે. આ અગાઉ તેણે તાજેતરમાં પતિ સેમ બોમ્બે વિરુદ્ધ હુમલો અને જાતીય શોષણનો કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યાના થોડા દિવસ પછી, તેણે વીડિયો શૂટ કર્યો અને કહ્યું કે, હવે બધું ઠીક છે.

પૂનમ પાંડે અને સેમ બોમ્બેને કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન લોકડાઉન નિયમોના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂનમ પાંડે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટા મૂકે છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં બોલ્યા અમિત શાહ, મમતા સરકારનો મૃત્યું ઘંટ વાગી ગયો છે

English summary
Actress Poonam Pandey arrested for shooting pornographic videos in public
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X