જુઓ તસવીરો: અભિનેત્રીએ રસ્તા વચ્ચે ઉતારી નાખ્યા કપડાં

Posted By:
Subscribe to Oneindia News

તેલુગુ ફિલ્મમાં સ્ટ્રગલ કરી રહેલી અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા કાસ્ટિંગ કાઉચના વિરોધમાં શનિવારે હૈદરાબાદમાં ફિલ્મ ચેમ્બરની બહાર ટોપલેસ થઇ રસ્તા પર બેસી ગયી. આ વિસ્તાર હૈદરાબાદના પોર્શ જ્યુબિલી હિલ્સ પાસે આવેલો છે. શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. આ અભિનેત્રીને આવી રીતે જોઈને ઘણી ભીડ જામી ગયી. જોત જોતામાં મીડિયા પણ ત્યાં પહોંચી ગયી. મીડિયા સાથે વાતચીત દરમિયાન શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારોને ચાન્સ આપવામાં આવે. પ્રદર્શન વિશે સૂચના મળતા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગયી અને અભિનેત્રીને પૂછપરછ માટે લઇ ગયી.

શ્રી રેડ્ડી ઘ્વારા આરક્ષણ માંગવામાં આવ્યું

શ્રી રેડ્ડી ઘ્વારા આરક્ષણ માંગવામાં આવ્યું

શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેને ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારો માટે આરક્ષણની માંગ કરી છે. તેને કહ્યું કે ટોલિવૂડમાં બહારથી આવતા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનીય કલાકારોને ચાન્સ નથી મળી રહ્યો.

રસ્તા વચ્ચે ટોપલેસ

રસ્તા વચ્ચે ટોપલેસ

શ્રી રેડ્ડી ઘ્વારા કરવામાં આવેલા અનોખા પ્રદર્શનથી બધા જ હેરાન થઇ ગયા. કાસ્ટિંગ કાઉચ માટે આ કોઈ પહેલો મામલો નથી આ પહેલા પણ ઘણા મામલા સામે આવી ચુક્યા છે. પરંતુ આ રીતે પહેલીવાર કોઈએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

કેટલાક મોટો નામોના ખુલાસાની ધમકી

કેટલાક મોટો નામોના ખુલાસાની ધમકી

થોડા દિવસ પહેલા જ શ્રી રેડ્ડી એ સોશ્યિલ મીડિયા ઘ્વારા સાઉથ ઇન્ડસ્ટ્રીના ઘણા ડાયરેક્ટર અને એક્ટર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. હાલમાં જ અભિનેત્રીના આરોપો સામે એક ફેમસ ડાયરેક્ટર એક્ટર અને રાજનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુદ્દો મોટો બનશે

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુદ્દો મોટો બનશે

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોતાની પરેશાની અને ગુસ્સો બતાવવા માટે તેમને આજ એક રસ્તો યોગ્ય લાગ્યો. તેને જણાવ્યું કે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોની માંગ પર પોતાની ન્યૂડ ફોટો મોકલી. પરંતુ બદલામાં તેને કોઈ રોલ મળ્યો નહીં. તેને ચેતવણી આપતા કહ્યું કે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકલ ટેલન્ટ ને ધ્યાનમાં નહીં રાખે તો મુદ્દો ખુબ જ મોટો બનશે.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

English summary
In a sensational incident on Saturday morning, an aspiring actress Sri Reddy who has been talking about the existence of casting couch in the Telugu film industry resorted to a 'strip protest' at the office of the Telugu Film Chamber of Commerce at Filmnagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.