50 ટકા કોવિડ વેક્સીન ભારત માટે હશે, લોકોને મફત આપવામાં આવશેઃ અદર પૂનાવાલા
લેંસેટે ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સીનના પહેલા માનવ પરીક્ષણને ડેટા પ્રકાશિત કર્યો છે. ત્યારબાદ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાનુ કહેવુ છે કે તેમની કંપની જે વેક્સીન બનાવશે તેમાંથી 50 ટકાની સપ્લાય ભારતમાં થશે અને 50 ટકાની અન્ય દેશોમાં. પૂનાવાલાએ કહ્યુ કે વેક્સીનને મોટાભાગે સરકાર જ ખરીદશે અને લોકોને તે રસીકરણ કાર્યક્રમો હેઠળ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપનીઓમાંની એક છે.

વેક્સીનને મોટાપાયે બનાવવાની તૈયારી
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં અદર પૂનાવાલાએ કહ્યુ કે જો વેક્સીનની ટ્રાયલ બરાબર રહે અને પરિણામ સારા આવે તો સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા એક પાર્ટનર તરીકે ઑક્સફૉર્ડ વિશ્વવિદ્યાલય સાથે તેને બનાવશે. તેમણે જણાવ્યુ કે તેમની કંપની ઑક્સફૉર્ડ વિશ્વવિદ્યાલયની વેક્સીનનુ ભારતમાં ત્રીજા તબક્કાનુ માનવ પરીક્ષણ કરવા માટે વિનિયામક મંજૂરી પણ માંગી રહી છે જેથી આનુ પરિણામ સારુ આવવા પર વેક્સીનને મોટાપાયે બનાવી શકાય.

નવેમ્બર-ડિસેમ્બર સુધી વેક્સીનના અમુક મિલિયન ડોઝ કરાવશે ઉપલબ્ધ
પૂનાવાલાએ કહ્યુ, 'અમે કહ્યુ છે કે જે વેક્સીન અમે બનાવીશુ તેનો અડધો ભાગ ભારતને અને બાકીનો અડધો ભાગ અન્ય દેશોને રોટેશનના આધારે આપીશુ. સરકાર સમર્થન કરી રહી છે. આપણે એ સમજવાની જરૂર છે કે આ એક વૈશ્વિક સંકટ છે અને દુનિયાભરના લોકોનો બચાવ કરવાની જરૂર છે. એ મહત્વપૂર્ણ છે કે આપણે આખી દુનિયાને સમાન રીતે પ્રતિરક્ષિત કરીએ.' તેમણે કહ્યુ કે જો પરીક્ષણ અને પરિણામ યોજના અનુસાર રહેશે તો સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બર સુધી વેક્સીનના અમુક મિલિયન ડોઝ અને મોટાપાયે ઉપયોગ માટે 2021ના પહેલા ત્રિમાસિક સુધી લગભગ 300-400 મિલિયન ડોઝનુ ઉત્પાદન કરવામાં સક્ષમ હશે.

રસીકરણ કાર્યક્રમો હેઠળ લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવશે
એ પૂછવા પર કે પહેલી બેચમાં વેક્સીન કોને મળશે, પૂનાવાલાએ કહ્યુ કે એ સરકાર નક્કી કરશે. જો કે વૃદ્ધો, નબળા લોકો અને ફ્રંટલાઈન આરોગ્યકર્મીઓને પહેલા મળવી જોઈએ. જે યુવા અને સ્વસ્થ છે તેમને બાદમાં આપવામાં આવી શકે છે. વેક્સીનની કિંમત પર તેમણે કહ્યુ, 'આ વિશે હજુ કંઈ પણ કહેવુ ઉતાવળ ગણાશે પરંતુ આની કિંમત ઓછી જ રાખવામાં આવશે. આજના સમયમાં કોવિડ-19 ટેસ્ટ 2500નો છે. રેમડેસિવિર દવાની કિંમત દસ હજાર આસપાસ છે. તો અમારી યોજના છે કે અમે આની કિંમત 1000 કે તેનાથી ઓછી રાખીશુ. મને નથી લાગતુ કે લોકોએ આની ખરીદવી પડશે કારણકે મોટાભાગની વેક્સીન સરકાર જ ખરીદશે અને રસીકરણ કાર્યક્રમો હેઠળ લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવશે.'
પત્રકાર રાજીવ મસંદની 8 કલાક પૂછપરછ, સુશાંત વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ