
દિલ્લીઃ EWSના છાત્રોને સરકારે આપી રાહત, હવે 24 જૂન સુધી 'એન્ટ્રી લેવલ ક્લાસ'માં થશે પ્રવેશ
નવી દિલ્લીઃ આર્થિક રીતે નબળા વર્ગ(ઈડબ્લ્યુએસ) માટે દિલ્લી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ એન્ટ્રી લેવલ ક્લાસમાં પ્રવેશની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે આ કેટેગરીના છાત્રો 24 જૂન સુધી પ્રવેશ લઈ શકે છે. પહેલા આની છેલ્લા તારીખ 14 જૂન રાખવામાં આવા હતી. શિક્ષણ વિભાગે આ મામલે કાયદેસર બધી સ્કૂલોને આદેશ જાહેર કરી દીધા છે.
શહેરની ખાનગી શાળાઓમાં EWS, વંચિત જૂથ (DG) અને ખાસ જરૂરિયાતવાળા બાળકો (CWSN)ની શ્રેણીઓ હેઠળ પ્રવેશ-સ્તરના વર્ગોમાં પ્રવેશ 29 માર્ચથી શરૂ થયો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈઓ મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ સ્તરના વર્ગો- નર્સરી, કેજી અથવા વર્ગ Iની 25 ટકા બેઠકો EWS, DG અને CWSN કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અનામત છે. જો કે EWS કેટેગરીના માતાપિતાની કૌટુંબિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ.
શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ પાલ સિંહે જણાવ્યુ હતુ કે એન્ટ્રી લેવલના વર્ગોમાં EWS અને DG કેટેગરીના સફળ ઉમેદવારો દ્વારા રિપોર્ટિંગની છેલ્લી તારીખમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ 24 જૂન સુધી પ્રવેશ લઈ શકશે. તેનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રાહત મળશે.