For Daily Alerts
આજે અડવાણી RSSના ભાગવત અને અન્ય નેતાઓને મળી શકે
નવી દિલ્હી, 20 જૂન : ભાજપના પ્રમુખ સહિતના નેતાઓથી નારાજ એલ કે અડવાણીની અસ્વસ્થતાને કારણે બુધવારે નક્કી થયેલી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને અન્ય નેતાઓ સાથેની તેમની મુલાકાતને મુલતવી રાખવામાં આવી હતી.
હવે માનવામાં આવે છે કે અડવાણી આજે તેમને મળી શકે છે. આ મુલાકાતમાં તેઓ ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને અન્ય નેતાઓ સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ આરએસએસના વડા મોહન ભાગવતને મળી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીન ચૂંટણી સમિતીના અધ્યક્ષ બનાવ્યા બાદ પાર્ટીથી નારાજ અડવાણીએ ત્રણ પદો પરથી રાજીનામા આપી દીધા હતા. અડવાણી મોદીના મુદ્દે જ પાર્ટીના અને સંઘના કેટલાક નેતાઓથી નારાજ છે.
સંઘના મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ જ અડવાણી તેમનુ રાજીનામુ પાછું ખેંચવા માટે રાજી થયા હતા. તે સમયે એવું નક્કી થયું હતું કે ભાગવતની દિલ્હી મુલાકાત સમયે બંને વચ્ચે બેઠક યોજાશે. બુધવારે આ બેઠક પર સૌની નજર હતી પરંતુ આ મુલાકાત મુલતવી રહી. આ દરમિયાન બુધવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી.