For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં અધ્યક્ષ પદને લઇને ગરમાવોઃ ગડકરી સામે સુષ્માનું નામ

|
Google Oneindia Gujarati News

sushma swaraj
નવી દિલ્હી, ભાજપમાં અધ્યક્ષ પદને લઇને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આમ તો આ પદ માટે બીજીવાર હાલના અધ્યક્ષ નીતિન ગડકરીની તાજપોશી નક્કી માનવામાં આવી રહી છે, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નવો મુદ્દો ઉપાડ્યો છે. લાલકૃષ્ણ અડવાણી સુષ્મા સ્વરાજનું નામ આગળ કરી રહ્યાં છે.

પાર્ટીમાં હાલે જે સ્થિતિ સર્જાઇ છે તેને લઇને ભાજપ છેલ્લા બે દિવસથી અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન જારી કરી શક્યું નથી. સૂત્રો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પાર્ટી અધ્યક્ષ પદ માટે સુષ્મા સ્વરાજના નામ આગળ કર્યા છે. અડવાણી ગડકરીને બીજી વખત પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે તેના પક્ષમાં નથી અને સતત તેનો વિરોધ કરી રહ્યાં છે.

અડવાણીના આ પગલાંથી ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના ઘર પર અનંત કુમાર, રામલાલ અને મુરલીધર રાવ સાથે મહત્વની બેઠક થઇ. આ પહેલા ત્રણ નેતાઓને આ મુદ્દા પર સુષ્મા સ્વરાજની મુલાકાત કરી હતી. અડવાણીએ કહ્યું છે કે, પહેલા સુષ્માના નામ પર સહમતિ બનાવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જો સહમતિ બનશે તો ઠીક છે પરંતુ જો નહીં બને તો તેમને ગડકરીના નામ પર કોઇ આપત્તિ નથી.

ગડકરીના નામ પર વિવાદ ઘણા દિવસથી ચાલી રહ્યો છે. પરંતુ ભાજપના નેતા એવો દાવો કરી રહ્યાં છે કે, નામને લઇને કોઇ મતભેદ નથી. નીતિન ગડકરીની કંપની પૂર્તિ ગ્રુપ પર ટેક્સ ન ચૂકાવવાનો આરોપ છે અને આ આરોપમાં ઇનક્મ ટેક્સ વિભાગે નીતિન ગડકરીને 21 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

અડવાણીની દલીલ છે કે ભ્રષ્ટાચારે આરોપોમાં ઘેરાયેલા ગડકરીને બીજો કાર્યકાળ આપવાથી 2014માં ભાજપની આશાઓ પર ઝટકો લાગી શકે છે. જો કે, ગત શુક્રવારે અડવાણીના ઘરે જ્યારે જેઠમલાણી અને ગડકરી વચ્ચે સૂલેહ માટે બેઠક થઇ તો માનવામાં આવશે કે અડવાણીએ પોતાના તરફથી ગડકરીના નામ પર સહમતિ દર્શાવી દીધી છે, પરંતુ હવે નવા સમાચારોથી બધાની જિજ્ઞાસા વધી છે.

English summary
BJP party veteran LK Advani had suggested Sushma Swaraj's name for the post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X