• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aero India Show 2021: 'એરો-ઈન્ડિયા 2021'નો આગાઝ આજથી, સંરક્ષણ મંત્રી કરશે ડિફેન્સ પ્રદર્શનનુ ઉદઘાટન

|

Aero India Show 2021: બેંગલુરુમાં દેશના સૌથી મોટા શો એરો ઈન્ડિયા(Aero India Show 2021)ની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આજે સવારે સાડા નવ વાગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એશિયાના સૌથી મોટા એરો-સ્પેસ અને ડિફેન્સ પ્રદર્શન એરોઈન્ડિયા 2021નુ ઉદઘાટન કરશે અને ત્યારબાદ સવારે 10.15 વાગે ફ્લાઈંગ-ડિસ્પ્લે થશે જેમાં ભારતના સ્વદેશી એરક્રાફ્ટ્સ અને હેલીકૉપટર ભાગ લેશે.

જાણો ખાસ વાતો

  • એરો ઈન્ડિયા શોની થીમ પહેલી વાર હાઈબ્રીડ મૉડલ પર આધારિત છે.
  • એરો ઈન્ડિયા શો 5 ફેબ્રુઆરી સુધી ચાલશે.
  • મહામારીના કારણે પહેલી વાર શોમાં વર્ચ્યુઅલ એક્સેસની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • જે પણ શોમાં ભાગ લઈ રહ્યા છે તે લોકોએ કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી છે.
  • શોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક સેમીનાર આયોજિત કરશે જેનો વિષય છે ધ ડાયનેમિઝ્મ ઑફ સિવિલ એવિએશન-મેકિંગ ઈન્ડિયા એ સિવિલ એવિએશન હબ.
  • વાયુસેના અને એચએએલ વચ્ચે 83 વધુ એલએસી તેજસ માર્ક-1એ એરક્રાફ્ટ્સનો કરાર થશે.

તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં આ 13મા એરો ઈન્ડિયા શોનુ આયોજન છે. આ શોમાં ભારત છેલ્લા અમુક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે કઈ રીતે આત્મનિર્ભર બન્યુ તેનો નઝારો જોવા મળશે. આ ઉપરાંત આ વખતના એર શોનુ વધુ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર ડ્રો CATS WARRIOR પણ છે. આ ડ્રોનને એર ઈન્ડિયાના શો માટે એચએલના પેવેલિયનમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યુ છે. ચિનૂક અપાચેની સાથે સાથે રાફેલ પણ આ શોમાં કરતબ બતાવશે. આ ઉપરાંત પહેલી વાર સૂર્યકિરણ અને સારંગની કરતબ સાથે જોવા મળશે.

દિલ્લીમાં થયેલી હિંસા સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી

English summary
Aero India Show 2021 to starts from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X