For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LOC પર પાકિસ્તાને ફાયરિંગ શરુ કરી, સેના આપી રહી જોરદાર જવાબ

સીમા પર રવિવાર સવારથી પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહી છે, જેનો ભારતીય સેના તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સીમા પર રવિવાર સવારથી પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહી છે, જેનો ભારતીય સેના તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એલઓસી પર પાકિસ્તાની સેના પૂંછ જિલ્લાના દિગ્વર સેક્ટરમાં ભારતીય છાવણીઓને નિશાનો બનાવી રહી છે. ભારતીય ચોકીઓ પર હુમલો કરવા માટે પાકિસ્તાની સેના નાના અને ઑટોમેટિક આર્મ્સનો ઉપયોગ કરી રહી છે. હજુ સુધી તેમાં કોઈ જાનહાની નથી થઇ. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના મેજર જનરલ ઘ્વારા કાલે જ ભારત વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી હતી.

surgical strike

પાકિસ્તાની સેનાએ આજે સવારથી સીમાની બીજી બાજુથી ફાયરિંગ શરુ કરી દીધી હતી. ત્યારપછી તરત હરકતમાં આવેલી ભારતીય સેના ઘ્વારા પણ ગોળીબારી શરુ કરી દેવામાં આવી. સીમા પર પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને નિશાનો બનાવવાની કોશિશ કરી.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો

આપને જણાવી દઈએ કે પાકિસ્તાની ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશનના મહાનિર્દેશક મેજર જનરલ આસિફ ગફુર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ભારત એકવાર પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરશે, તો અમે 10 વાર ભારતમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીશુ. લંડનમાં પત્રકારો સાથે વાતચીત કરતા આસિફ ગફુરે જણાવ્યું કે જે લોકો અમારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે તેમને પાકિસ્તાનની ક્ષમતાઓ પર કોઈ પણ સંદેહ નહીં હોવા જોઈએ.

આ પણ વાંચો: ભારતની બોર્ડરમાં ઘૂસ્યું પાકિસ્તાની હેલિકોપ્ટર, જુઓ વીડિયો

English summary
After 10 surgical strike threat, Pakistan resorts to unprovoked firing along LoC in J&K, India retaliates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X