• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો ‘મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર

|

દેશમાં ચૂંટણી માહોલ બદલાઈ ચૂક્યો છે. પુલવામા પહેલા નરેન્દ્ર મોદીની સભાઓ બેરોનક થવા લાગી હતી. એર સ્ટ્રાઈક બાદ હવે એકવાર ફરીથી 'મોદી-મોદી' ના નારા ગુંજવા લાગ્યા છે. પીએમ મોદીના ભાષણમાં પણ તે તેજ દેખાવા લાગ્યુ છે જે પહેલા દેખાતુ હતુ. શું પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક બાદ નરેન્દ્ર મોદીએ 2019ની જંગ પણ જીતી લીધી છે?

નરેન્દ્ર મોદીએ 2019ની જંગ જીતી લીધી

નરેન્દ્ર મોદીએ 2019ની જંગ જીતી લીધી

આ પ્રશ્ન એ જ રીતે વર્ચુઅલ છે જે રીતે થોડા સમય પહેલા સુધી એ કહેવામાં આવી રહ્યુ હતુ કે શું હવે આગામી સરકાર મોદી રહિત સરકાર થવાની છે? પ્રશ્ન ત્યારે પણ પ્રાસંગિક હતો, પ્રશ્ન આજે પણ પ્રાસંગિક છે. ના તો ત્યારે મતદાન થઈ રહ્યા હતા ના તો અત્યારે મતદાન થઈ રહ્યા છે. કહેવાનો આશય છે કે બચેલા સમયમાં પરિસ્થિતિઓ કોઈ મોટુ ન થયુ તો આ સવાલનો જવાબ હા છે કે નરેન્દ્ર મોદીએ 2019ની જંગ જીતી લીધી છે.

બદલાઈ ગયો છે ચૂંટણી માહોલ

બદલાઈ ગયો છે ચૂંટણી માહોલ

એર સ્ટ્રાઈક પહેલા મોદી રહિત ભાવિ સરકારનું આકલન પણ સત્ય હતુ. પરંતુ એરસ્ટ્રાઈક દ્વારા પીએમ મોદીએ દેશની ચૂંટણી તસવીર બદલી દીધી છે. એર સ્ટ્રાઈક બાદ ભાજપે સતત પોતાના અને પોતાની સરકાર વિશે જનતાના વિચારો બદલવાની કોશિશ કરતુ જોવા મળી રહ્યુ છે. આ હિસાબે માહોલ તેને અનુકૂળ છે. મંગળવારે રાજસ્થાનના ચૂરુમાં ‘મોદી-મોદી' અને ‘ભારત માતા કી જય' ના નારા વચ્ચે પીએમ મોદીના ભાષણનો અંદાજ જુઓ, ‘આજે ભારતના બહાદૂરોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે દેશ સુરક્ષિત હાથોમાં છે.' બુધવારે વિજ્ઞાન ભવનમાં જેવુ નરેન્દ્ર મોદી પોતાના માટે નક્કી સ્થાન પર પહોંચ્યા, ‘મોદી-મોદી'ના નારા અને તાળીઓની ગડગડાહટ ગૂંજતી રહી. મિનિટો સુધી આ સ્થિતિ રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકારતા રહ્યા.

સત્તાપક્ષમાં ઉત્સાહ, વિપક્ષમાં હતાશા

સત્તાપક્ષમાં ઉત્સાહ, વિપક્ષમાં હતાશા

બે સ્થિતિઓ છે- એક સત્તા પક્ષમાં ઉત્સાહ અને બીજી વિપક્ષમાં હતાશા. એર સ્ટ્રાઈક બાદ જે દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો ઉભાર છે તેનો શ્રેય વહેંચવા માટે વિપક્ષ પાસે કોઈ ઉપાય નથી. વળી, આ શ્રેયને લૂંટવા માટે ભીડ વચ્ચે નરેન્દ્ર મોદીનું ઉભા રહેવુ પૂરતુ છે. એક બીજુ પાસુ છે કે જો કોઈ પણ માહોલને પ્રતિકૂળ કોઈ તસવીર બતાવવા ઈચ્છે છે તેને હતોત્સાહિત કરવા માટે ભાજપનું મીડિયા સેલ પહેલેથી લાગેલુ છે. સાર્વજનિક પ્લેટફોર્મ પર તમે મોદી સરકાર સામે કોઈ અવાજ ઉઠાવ્યો કે તમારી હાલત બગડવી શરૂ. તમે ટ્રોલ થવા લાગો છો. વિપક્ષમાં ભલે તે રાહુલ ગાંધી હોય કે માયાવતી-અખિલેશ કે બીજા કોઈ નેતા આ જોખમ ઉઠાવવાની સ્થિતિમાં નથી કે પ્રવાહથી વિપરિત કંઈ બોલી શકે. બચી કૂચી સદભાવના પણ લૂંટાઈ જવાનો ખતરો છે. રાફેલ મુદ્દો હોય કે બેરોજગારીની વાતો, ખેડૂતોની નારાજગી હોય કે પ્રિયંકા ફેક્ટર કે પછી સપા-બસપાનું ગઠબંધન.. બધા પર નવા માહોલની પરત ચઢી ચૂકી છે.

ચૂંટણી સુધી ગરમ રહેશે માહોલ

ચૂંટણી સુધી ગરમ રહેશે માહોલ

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકને પીએમ મોદીએ ડિઝાઈન એ રીતે કર્યુ છે કે ચૂંટણી થવા સુધી આનો માહોલ ખતમ ન થાય. સુષ્મા સ્વરાજે જે રીતે દુનિયાના મહત્વના દેશોને કૂટનીતિક સંદેશ આપ્યો છે કે જૈશ એ મોહમ્મદે ભારત પર હુમલો કર્યો હતો, તેનો જ જવાબ ભારત આપી રહ્યુ છે. એટલે ક પાકિસ્તાન પર હુમલો કે પાકિસ્તાન સાથે યુદ્ધ આ એર સ્ટ્રાઈકનો અર્થ જ નથી. વળી, જ્યારે દેશમાં ‘મોદી-મોદી'ના નારા લાગે છે અને જે વાતાવરણ પેદા થાય છે તે પુરાવો છે કે આપણે પાકિસ્તાનને જવાબ આપી દીધો છે.

હુમલો જૈશ પર કે પાકિસ્તાન પરન- અહીં છૂપાયેલુ છે રાજકારણ

હુમલો જૈશ પર કે પાકિસ્તાન પરન- અહીં છૂપાયેલુ છે રાજકારણ

જૈશ એ મોહમ્મદને જવાબ કે પાકિસ્તાન પર હુમલામાં જે બારીક ફરક છે તેને સમજાવવાની તાકાત વિપક્ષમાં નથી. સેનાની બહાદૂરીને સલામ કરીએ તો પણ વિપક્ષા રાજકીય નેતૃત્વથી આ એર સ્ટ્રાઈકનો શ્રેય ન છીનવી શકે. આટલુ જ નહિ, હુમલાની નીતિમાં તેના પુનરાવર્તનની પૂરી સંભાવના મોદી સરકારે રાખી છે. એનો અર્થ એ કે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીમાં ભારત વધુ એર સ્ટ્રાઈક કરી શકે છે. આ રીતે મોદી સરકાર પાસે પૂરો અવસર હશે કે તે યુદ્ધોન્માદને પોતાના માટે રાષ્ટ્રવાદમાં બદલી દે.

જવાબી કાર્યવાહી સંભાળવા માટે તૈયાર છે મોદી સરકાર

જવાબી કાર્યવાહી સંભાળવા માટે તૈયાર છે મોદી સરકાર

મોદી સરકાર માટે જો કોઈ ખતરો છે તો બસ એ જ કે એવી કોઈ જવાબી કાર્યવાહી ન થઈ જાય જેનો જવાબ આપવો મુશ્કેલ બની જાય. પરંતુ એવુ લાગી રહ્યુ છે કે આવી કોઈ સ્થિતિને પહોંચી વળવા માટે કંઈ કરી જાણવાની આશા સાથે મોદી સરકાર તૈયાર છે. તેને આતંકવાદ કે તેને શરણ આપનાર પાકિસ્તાન સાથે અઘોષિત યુદ્ધ જ નથી જીતવાનુ પરંતુ ઘોષિત 2019 ની સામાન્ય ચૂંટણી પણ જીતવાની છે. માટે મોદી સરકાર ‘કરો યા મરો' ની સ્થિતિ માટે તૈયાર બેઠી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના હાથોમાં ભારત સંપૂર્ણપણે સુરક્ષિત છેઃ રામવિલાસ પાસવાન

English summary
after air strike in Pakistan Modi Modi era returned, what will the impact on Lok Sabha elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more