For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ગ્રી હનુમાન પછી હવે સોશ્યિલ મીડિયા પર હિટ થયા 'રામ'

દેશભરમાં ગાડીઓના બમ્પર અને વિંડ શિલ્ડ પર દેખાતા એન્ગ્રી હનુમાનને બનાવવા વાળા કરણ આચાર્યએ હવે ભગવાન રામની એક છબી બનાવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દેશભરમાં ગાડીઓના બમ્પર અને વિંડ શિલ્ડ પર દેખાતા એન્ગ્રી હનુમાનને બનાવવા વાળા કરણ આચાર્યએ હવે ભગવાન રામની એક છબી બનાવી છે. જે સોશ્યિલ મીડિયા પર ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહી છે. ભગવાન રામની આ તસ્વીરમાં કરણ આચાર્યએ તેમના ચહેરા પર દાઢી બતાવીને વનવાસ કર્યા પછી તેમના ચહેરાનો ભાવ બતાવવાનો પ્રયાસ કર્યો છે. કરણ વડાપ્રધાન મોદીની પણ એક તસ્વીર બનાવી ચુક્યા છે. વેક્ટર કલાકાર કરણ આચાર્યની વડાપ્રધાન મોદીએ કર્ણાટકની ચૂંટણીઓ દરમિયાન રેલીમાં પ્રશંસા કરી ચુક્યા છે. કરણ તેની પત્ની પૂજા અને સાળો ગુરદીપની સાથે પરિધિ મીડિયા વર્ક્સ નામની એક કંપની ચલાવે છે.

પ્રથમ વખત બની દાઢી વાળા રામની તસ્વીર

પ્રથમ વખત બની દાઢી વાળા રામની તસ્વીર

કેરળનું એક નાનું શહેર કાસરગોડમાં રહેતા આચાર્ય દેશના પ્રસિદ્ધ વેક્ટર કલાકાર છે. ભગવાન રામની દાઢીવાળી તસ્વીર બનાવવા પાછળ કરણએ કહ્યું કે, નિર્વાસન પછી ભગવાન રામ ઘણા વર્ષોથી સુધી જંગલમાં રહ્યા હતા. એટલા માટે તેમણે આ તસ્વીરને આ રુપ આપ્યું છે. અત્યાર સુધી તસ્વીરોમાં લોકો ભગવાન રામને દાઢી વિના જોતા આવ્યા છે અને તે જ રુપ તેમના મનમાં વસી ગયું છે. પરંતુ આ તસ્વીર અલગ છે. શાંત સ્વભાવના માનવામાં આવતા ભગવાન રામ ભગવાનની પોટ્રેટમાં ચેહરા પર જે ભાવ રાખેલો છે,તેમાં કોઈ ગુસ્સો નથી કે શાંતિ નથી. તેમાં બન્ને ભાવોનું મિશ્રણ છે.

આ ફોટો માટે, કરણએ કોપી રાઈટ સર્ટિફિકેટ માટે કરી એપ્લિકેશન

આ ફોટો માટે, કરણએ કોપી રાઈટ સર્ટિફિકેટ માટે કરી એપ્લિકેશન

આચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન રામની આ તસ્વીર લોકોને રામાયણ માસની શુભેચ્છાઓ આપવા માટે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ આ ફોટો પણ લોકોમાં હિટ થયો. લોકો આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આચાર્ય જણાવ્યું હતું કે આંજનેય હનુમાનની તસ્વીરથી જબરદસ્ત લોકપ્રિયતા મળી પરંતુ જે સમયે આ બધું થયું તે સમયે તેમને કૉપિરાઇટ જેવી કોઇ વસ્તુ પરિચિત ન હતી. આચાર્યએ જણાવ્યું હતું કે આ વખતે તેણે કૉપિરાઇટ સર્ટિફિકેટ માટે એપ્લિકેશન કરી છે અને તે ટૂંક સમયમાં રજીસ્ટર કરવામાં આવશે.

વિદેશોમાં પણ હિટ છે રૌદ્ર હનુમાન

વિદેશોમાં પણ હિટ છે રૌદ્ર હનુમાન

આચાર્યએ હનુમાન પર બનાવેલું પોટ્રેટ રૌદ્ર હનુમાન માત્ર ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ વાહનો પર જોવા મળે છે. કરણ આચાર્યની યોજના હવે વિવિધ મર્ચેન્ડાઇઝડમાં ઉપયોગ કરવાની તેમની કલા જેવી ટી-શર્ટ્સ, પોસ્ટરો પર કામ કરવાની છે. તે પોતાની કંપની તરફથી તસ્વીરને ટી શર્ટ અને અન્ય રીતે પ્રિન્ટ કરી લોકો વચ્ચે લાવવા માટે તૈયારી કરી રહ્યા છે. કરણ આચાર્ય કહ્યું હતું કે ઘણા લોકો તેમને ભગવાન નરસિંહ અને ભગત સિંહની તસ્વીર બનાવવા સૂચવી રહ્યા છે પરંતુ તેઓ હવે સીતાની તસ્વીર પર કામ કરે છે.

English summary
After 'angry' Hanuman Vector artist Karan Acharya creates lord Rama panting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X