• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મોત પહેલાં CRPF અધિકારીએ કહ્યું- મારા નાના-નાના બાળકો છે, મને બચાવી લો...

By Kumar Dushyant
|

ઔરગાબાદ, 8 એપ્રિલ: 'હું બે કલાક અહીં પડેલો છું, અહીંયા કોઇપણ પણ ડૉક્ટર નથી. પ્લીઝ મારો જીવ બચાવી લો નહીતર હું મરી જઇશ. મારા નાના-નાના બાળકો છે. હું વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અપીલ કરું છું કે મારો જીવ બચાવી લો. હું મારા ડીજીપીને અપીલ કરું છું કે પ્લીઝ મારી મદદ કરે અને મારો જીવ બચાવી લે.'

આ શબ્દ છે સીઆરપીએફ કમાંડેંટ ઇન્દ્રજીત સિંહના જેમનું મૃત્યું આમ તો આઇઇડી બ્લાસ્ટના લીધે થયું પરંતુ તેમના મોત માટે જવાબદાર આપણા તે શાસકો પણ છે જેમના પર દેશને ચલાવવાની અને આપણા માટે નિયમ બનાવવાની જવાબદારી છે. ઇન્દ્રજીત સિંહનું મોત તે વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે કે તેમના માટે સેના અને અર્ધસૈનિક દળોના જવાનો અને ઓફિસરોનો જીવ કેટલો કિમતી છે.

સોમવારે ઔરંગાબાદમાં સીઆરપીએફના ડેપ્યુટી કમાંડેંટ નક્સલીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા આઇઇડીને ડિફ્યૂજ કરતાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સાથે આ અકસ્માત સવારે 11 વાગે થયો પરંતુ સાંજે પાંચ વાગ્યા સુધી તેમને સારવાર પુરી પાડવામાં ન આવી જેના લીધે તેમનું મોત નિપજ્યું.

સોમવારે ઔરંગાબાદના બારંદા પાસે ડિબરા પોલીસ સ્ટેશન હેઠળ આ ઘટના ઘટી. સીઆરપીએફ કમાંડેંટ ઇન્દ્રજીત સિંહ અને કોન્સ્ટેબલ ટી પન્ના અને પવન કુમાર એક આઇઇડીને ડિફ્યૂજ કરી રહ્યાં હતા અને ત્યારે ત્યાં બ્લાસ્ટ થઇ ગયો. સવારે 11 વાગે આ ઘટના બાદ ના તો સીઆરપીએફ જવાનને કોઇપણ પ્રકારની કોઇ પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી ન હતી.

ના તો ઘટનાસ્થળ પર કોઇ એમ્બુલન્સ હાજર હતી અને ના તો કોઇએ ઘાયલ અધિકારીને બસ અથવા બીજા સાધનોના માધ્યમથી હોસ્પિટલ પહોંચાડવાની જહેમત ઉઠાવી. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે અધિકારીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તો ત્યાં પણ કોઇ સીનિયર ડૉક્ટર હાજર ન હતા. કમાંડેંટ ઇન્દ્રજીત સિંહની સારવાર તે જૂનિયર ડૉક્ટરે કરી જેમની પાસે જરૂરી સુવિધાઓ ન હતી.

બે કલાક સુધી સારવાર માટે બૂમો પાડતા રહ્યાં અને દર્દથી તડપતાં રહ્યાં. તે અધિકારીઓ પાસે દયાયાચના કરતો રહ્યો તેમણે હેલિકોપ્ટરના માધ્યમથી સારવાર માટે મોકલવામાં આવે અને સાથે જ પોતાના સાથીઓને આજીજી કરતો રહ્યો કે તેનો જીવ બચાવી લો, તેના નાના-નાના બાળકો અને પત્ની જેમનું તેને ધ્યાન રાખવાનું છે. અંતે પટણાથી એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું ઔરંગાબાદના સદર હોસ્પિટલથી એરલિફ્ટ કરી તેને રાંચીના અપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ વધુ લોહી વહી જવાથી અને સમયસર સારવાર ન મળવાથી તેનું મોત નિપજ્યું.

બીજી તરફ સીઆરપીએફના ડીજી દિલીપ ત્રિવેદીએ આ મુદ્દે કંઇક પણ કહેવાની મનાઇ કરી દિધી. તેમણે બસ એટલું જ કહ્યું કે આઇજીને સ્પૉટ પર મોકલવામાં આવ્યા છે અને તે રિપોર્ટ આવ્યા પછી કંઇક પ્રતિક્રિયા આપશે. દિલીપ ત્રિવેદીના અનુસાર ડેપ્યુટી કમાંડેંટને સમયસર સારવાર કેમ પુરી પાડવામાં ન આવી તેની તપાસ કરાવવામાં આવશે. આઇજી સ્તરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પહેલાં કંઇપણ કહી ન શકાય.

સીઆરપીએફના આઇજે એમવી રાવે કહ્યું હતું કે કંઇપણ કહેતાં પહેલાં તે તથ્યોને ફરીથી તપાસશે. એમવી રાવે એ કહેવાનું ચૂક્યાં ન હતા કે આ ઘટનાથી અધિકારીઓના ઉત્સાહ અને જોશ પર કોઇ ફરક નહી પડે.

સુરક્ષા બળોને ઇન્ટેલીજેન્સ તરફથી જાણકારી મળી છે કે તેમના અનુસાર થોડા દિવસોમાં માઓવાદી દિબરા અને બીજા વિસ્તારોમાં આઇડી બ્લાસ્ટ કરી શકે છે. આ જાણકારી બાદ જ બિહાર પોલીસ અને સીઆરપીએફના જવાનો અહીં પહોંચ્યા હતા. તો બીજી તરફ ગયા અને દેહરી-ઓન-સોન પોલીસના અધિકારીઓનું કહેવું છે કે તે ઘટનાસ્થળ પર જ્યાં સુધી બોમ્બ ડિફ્યૂજ સ્કૉટને મોકલવાના હતા પરંતુ આ ઘટના બની ગઇ. ગયાના જિલા વહિવટી તંત્ર પર અહીં હાજર અધિકારીઓએ સારવારની જવાબદારી સંભાળી છે.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/5HExOtbiE4g?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
After crying for medical help for hours CRPF officer finally died in Aurangabad, Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more