દિલ્હી બાદ હવે યૂપીમાં શરૂ થયું AAPનું અભિયાન, આ દિગ્ગજ નેતાએ કમાન સંભાળી
નોઈડાઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં શાનદાર જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટી હવે ઉત્તર પ્રદેશમાં પોતાના સંગઠનનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2020માં થનાર છે. આના માટે આમ આદમી પાર્ટી યૂપીમાં પોતાની સંભાવનાઓ તલાશવાની મુહિમ શરૂ કરવા જઈ રહી છે. આના માટે પાર્ટી એવા 12 ધારાસભ્યોને ફ્રન્ટ પર લાવશે જે દિલ્હી વિધાનસભામાં જીત્યા છે અને યૂપીના વિવિધ જિલ્લાના રહેવાસી છે.

23 ફેબ્રુઆરીએ લખનઉમાં બેઠક થશે
સેક્ટર 29 સ્થિત નોઈડા મીડિયા ક્લબમાં આયોજિત પત્રકાર વાર્તામાં રાજ્યસભા સભ્ય અને ઉત્તર પ્રદેશ પ્રભારી સંજય સિંહે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તર પ્રદેશ કાર્યકારિણીની એક બેઠક થશે. બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો જનાધાર વધારવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આખા પ્રદેશમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામા ઓછાં 5000 બેનર પોસ્ટર લગાવી પાર્ટીની નીતિઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સાથે જ દિલ્હી મોડેલને ઘરે-ઘરે પહોંચાડવાનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આના માટે પાર્ટી એવા 12 ધારાસભ્યોને ફ્રન્ટ પર લાવશે જે દિલ્હી વિધાનસભામાં જીત્યા છે અને યૂપીના વિવિધ જિલ્લાના રહેવાસી છે.

આમ આદમી પાર્ટી સભ્યતા અભિયાન ચલાવશે
સંજય સિંહે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી આખા ઉત્તર પ્રદેશમાં વ્યાપક સભ્યતા અભિયાન ચલાવવામાં આવશે. પ્રત્યેક જનપદમાં વિશેષ કાઉન્ટર લગાવી સભ્ય બનાવવામાં આવશે. મિસ્ડ કોલ તથા વેબસાઈટ દ્વારા પણ સભ્યતા બનાવવામાં આવશે. જણાવી દઈએ કે યૂપીમાં 85 હજાર સભ્યો છે. હાલમાં જ રાષ્ટ્ર નિર્માણ માટે પાર્ટીથી જોડાયેલ અભિયાનમાં યૂપીના 1 લાખ 16 હજાર લોકોએ મિસ્ડ કોલ આપ્યા છે. આ ઉત્સાહજનક છે.

દિલ્હીમાં કામની જીત થઈ
સંજય સિંહે કહ્યું કે આખી ચૂંટણીમાં ભાજપના લોકો બુમો પાડતા રહ્યા શાહીનબાગ-શાહીનબાગ, જનતાએ કહ્યું ચલ ભાગ- ચલ ભાગ. ચૂંટણી દરમિયાન વડાપ્રધાનનું નામ ના લેવા બાબતે તેમણે કહ્યું કે આ વિધાનસભા ચૂંટણી હતી. અમે જે સ્થાનિક મુદ્દા હતા તે અને પાછલા પાંચ વર્ષમાં કરેલા કામને મહત્વ આપ્યું. આમ આદમી પાર્ટીના પ્રભારીએ કહ્યું કે પાર્ટીએ દિલ્હીમાં રાષ્ટ્રવાદીને નવી રીતે પરિભાષિત કર્યું. જ્યાં સુધી શિક્ષિત રાષ્ટ્ર નહી બને, જ્યાં સુધી સ્પસ્થ રાષ્ટ્ર નહિ થાય. જ્યાં સુધી માણસ મજબૂત નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્ર મજબૂત ના થી શકે. દિલ્હીમાં કામની રાજનીતિની જીત થઈ. દેશી રાજધાનીથી આ સંદેશ ગયો કે જે લોકો સારી સ્કૂલ, સારા હોસ્પિટલ બનાવશે, વિજળી-પાણી પર કામ કરશે, જનતા તેમની સાથે ઉબી રહેશે.
ભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટ