For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC નોટિફિકેશન પર સરકારે લગાવી રોક

|
Google Oneindia Gujarati News

upsc
નવી દિલ્હી, 15 માર્ચઃ યુપીએસસીની પરીક્ષામાં અંગ્રેજીને મહત્વ આપવામાં આવ્યા બાદ સંઘના નિર્ણયનો ચારેતરફથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ સંસંદમાં હંગામાના સ્વરૂપે સાંભળવા મળ્યો. આરએલડી, સપા, ભજાપ અને શિવસેનાએ આજે સદનમાં જોરદાર હંગામો કર્યો. તેમના હંગામાને જોઇને સદનની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. યુપીએસસીની સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં અંગ્રેજીને મેરિટમા જોડવાના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓની સાથો-સાથ સહયોગીઓના વધતા હંગામાને જોતા સરકારે હાલ યુપીએસસીના નોટિફિકેશન પર રોક લગાવી દીધી છે.

વી નારાયણ સ્વામીએ લોકસભામાં જણાવ્યું કે યુપીએસસી નોટિફિકેશન પર હાલ પુરતી રોક લગાવવામાં આવી છે. આ પહેલા યુપીએસસીના આ પ્રસ્તાવનો વિરોધ કરતા રાજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે કહ્યું કે યુપીએસસીમાં કેટલાક અંગ્રેજીપરસ્ત લોકો હિન્દીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સરકારે તત્કાળ આ નિર્ણયને પરત લેવો જોઇએ.

બીજી તરફ ભાજપના સાંસદોએ હંગામો કરતા કહ્યું કે યુપીએસસીમાં પહેલા પ્રાદેશિક ભાષામાં પરીક્ષા થાય છે અને અંગ્રેજીની ભાષા અનિવાર્ય કરવામાં આવી છે, આ કેવો નિર્ણય છે. તેમણે કહ્યું કે, યુપીએસસીનો આ ભારતીય ભાષાઓ પર અત્યાચાર છે. ભાજપે સંઘના આ પ્રસ્તાવ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં ભણતા છોકરાઓનું શું થશે, કારણ કે ત્યાંની શાળાઓમાં અંગ્રેજીમાં અભ્યાસ થતો નથી તેવામાં તેઓ આ પરીક્ષા કેવી રીતે આપશે.

સપાના ધર્મેન્દ્ર યાદવે કહ્યું છે કે આનાથી વધારે દેશ વિરોધી નિર્ણય કોઇ હોઇ શકે નહીં. હિન્દીને હટાવવાના સ્થાને અંગ્રેજીને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવો જોઇએ. ચારેકોરથી થઇ રહેલા વિરોધને જોતા સરકારે આ પ્રસ્તાવ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે.

English summary
After a huge controversy, the government has decided that for now, changes will not be made to the exam that students take to qualify for the Civil Services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X